________________
આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે. પરંતુ એનું પૂર્ણ રૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણ રૂપ સાધભાવ છે; એવા ભાવ ભેદથી બે પ્રકારે એકને જ સેવવો.
આ ભગવાન આત્મા અંદરમાં જ્ઞાનઘન છે. તેમાં શરીર, વાણી કે કર્મ તો પ્રવેશી શક્તા નથી. પરંતુ દયા, દાન આદિના વિકલ્પો કે વર્તમાન પર્યાય પણ એમાં પ્રવેશ પામતી નથી. આવા જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વરૂપની પ્રાપ્તિની ઈચ્છક પુરુષોએ સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ નિત્ય સેવવા યોગ્ય છે. તેનું સેવન કરો.
જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની પૂર્ણ સિદ્ધ પર્યાય એ સાધ્ય છે અને વર્તમાન સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ સાધક છે.
જ્ઞાયક ભાવની બે ભેદજ્ઞાનની પૂર્ણતાનો ભાવ એ સાધ્ય અને અપૂર્ણ સમ્યજ્ઞાનરૂપ પરિણતિ એ સાધક. વચમાં દયા, દાન આદિ વિકલ્પો થાય એ કાંઈ સાધક નથી તથા તેનાથી મુક્તિ પણ પ્રાપ્ત થતી નથી.
પ્રકાશનો પૂંજ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા પોતે જ સાધક ભાવરૂપ થઈને પોતે જ સાધ્ય થાય છે, વચમાં કોઈ રાગાદિની વ્યવહાર રત્નત્રયના પરિણામની એને મદદ નથી. સાધક ભાવ અને સાધ્ય ભાવ એ બંનેમાં એકલો જ આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે. વચમાં જે વ્યવહાર રત્નત્રય આવે છે તે સહાય કરે તેમ નથી. સ્વભાવનું સામાથ્યઃ ૧. અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતાનો નિર્ણય સર્વજ્ઞ સ્વભાવને સામે રાખીને જ થઈ
શકે છે. પર્યાયમાં તો સર્વજ્ઞતા છે નહિ અને બીજા સર્વજ્ઞ તો પર છે. તેથી તેને સામે રાખીને નિર્ણય થઈ શકે નહિ પણ પોતાના સર્વજ્ઞ સ્વભાવને
સામે રાખીને અલ્પજ્ઞતામાં સર્વજ્ઞતાનો નિર્ણય થાય છે. ૨. દેવ-ગુરુ-શાસ્ત્ર કહે છે કે અમે તારી જ્ઞાનની પર્યાયમાં શેય છીએ માટે તું
શેય નિષ્ટતાથી હટી જા. અમારી વાણી પણ શેય છે અને શેયની તત્પરતા એ સંસાર છે, જ્ઞાયક ઉપર તત્પર થા અને અમારા ઉપરથી તત્પરતા
હટાવી દે. ૩. ચૈતન્યનું લક્ષણ બંધાવ્યું છે એટલે એનું જોર ચૈતન્ય તરફ વળી રહ્યું છે.
આ જ સ્વભાવ છે.....આ જ સ્વભાવ છે – એમ સ્વભાવમાં જ જેર હોવાથી અમે તેને ઓછી ઋદ્ધિવાળો કેમ દેખીએ ? મિથ્યાદષ્ટિ હોવા છતાં તે સમ્યફ સન્મુખ થઈ ગયો છે, તે સમ્યક લેવાનો જ છે.