Book Title: Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 225
________________ ૧ નૃવસ્થા રે ૧૯૨ વગર અંદરમાં વેદનની રમઝટ નહિ જામે. પ્રથમ અંદરથી સનો હકા આવ્યા વગર સત્ સ્વરૂપનું જ્ઞાન થાય નહિ અને સત્ સ્વરૂપના જ્ઞાન વગર ભવબંધનની બેડી તૂટે નહિ, મોક્ષ પ્રાપ્ત થાય નહિ. આ પ્રમાણે આત્મ સ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શન છે સર્વ ધર્મનું મૂળ છે. એ જ આત્માનો ધર્મ છે. આ માટે નીચેના વિષયોનું વીતરાગ વિજ્ઞાન વીતરાગી પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું છે એ સમજી, શ્રદ્ધાન કરવા જેવું છે. ૧. વિશ્વ વ્યવસ્થા ૨. વસ્તુ વ્યવસ્થા ૩. સર્વજ્ઞતા અને સર્વજ્ઞ સ્વભાવ ૪. દ્રવ્યની સ્વતંત્રતા ક્રમબદ્ધ પર્યાય ૬. ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતા ૭. નિશ્ચય અને વ્યવહાર ૮. કર્મનો સિદ્ધાંત ૯. નિશ્ચય મોક્ષમાર્ગ ૧૦. પાંચ સમવાય ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. ૧. વર્તમાન પરિણમનમાં ભૂલભૂલ ટાળવાનો ઉપાય-દુખનું નિવારણ ૨. પાત્રતા ૩. સાધનામાં પ્રત્યક્ષ સત્પષના યોગનું મહત્ત્વ ૪. સત્સંગ અને સ્વાધ્યાય ૫. તત્ત્વોનો અભ્યાસ ૬. સ્વરૂપનો યથાર્થ નિર્ણય

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228