________________
૧૯૦ અને છેવટે સંપૂર્ણ રાગનો નાશ કરીને વીતરાગ ભાવ (કેવળજ્ઞાન) પ્રાપ્ત થાય છે. આ જ વિધિ અને આ જ એનો ક્રમ છે.
ધ્રુવ ધામના ધ્યેયના ધ્યાનની ધખતી ધૂણી ધગશથી અને ધીરજથી ધખાવવી એ ધર્મના ધારક ધર્મી ધન્ય છે. સહજ મોક્ષમાર્ગ: ૧. પાંચ બોલે પુરો પ્રભુ!
(૧) પરમ પરિણામિક ભાવ છું. (૨) કારણ પરમાત્મા (૩) કારણ જીવ છું , (૪) શુદ્ધોપયોગ (૫) નિર્વિકલ્પોહ (હું જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા સર્વથા સર્વથી
ભિન્ન છું.) ૨. પ્રભુ તને કેટલી વાર કહેવું કે તું પ્રભુ છો! ૩. સાચું જ્ઞાન અંતરથી સમાધાન કરે છે અને અજ્ઞાન ભાવ પરમાં ઠીક
અઠીકની કલ્પના કરે છે. ૪. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. સહજ
સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને
નથી, જે થયું તે જ સહજ સ્વરૂપે સ્થિત છું. ૫. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિ ભૂલ્યો છે. ૬. સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન પ્રગટે છે. ૭. જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને
તેમને ગોખવું પડતું નથી. તેમને તો એવું સહજ પરિણમન હોય છે. ૮. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે
આત્મા ભજે તેને શ્રી જિને તીવ્ર જ્ઞાન દશા કહી છે. ૯. ધ્યાનદશા પર લક્ષ આપો છો તે કરતાં આત્મ સ્વરૂપ ઉપર લક્ષ દે તો
ઉપશમ ભાવ સહજ થશે.