________________
૧૮૮
વિશ્વની વ્યવસ્થા બહુ જ વ્યવસ્થિત અને સંપૂર્ણ છે. ખરેખર આ સર્વ પદાર્થોના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વભાવની પ્રકાશક પરમેશ્વરે કહેલી વ્યવસ્થા ભલી, ઉત્તમ, પૂર્ણ અને યોગ્ય છે. પણ અનાદિ કાળથી જીવ મોહને પામતો થકો પર દ્રવ્યોમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, શેયત્વ બુદ્ધિથી જોડાય છે અને તેના ફળરૂપે અનંત સંસારમાં પરિભ્રમણ કરી
અનંત દુ:ખ ભોગવી રહ્યો છે. ૭. પોતાનું સુખ પોતામાં જ છે, પરમાં નથી. પરમેશ્વરમાં પણ નથી, પોતે
પોતાને ભૂલી ગયો હોવાથી પોતાના સ્વરૂપનું ભાન ન હોવાથી જીવ
મિઆ માન્યતા વડે અનાદિ કાળથી દુ:ખ ભોગવી રહ્યો છે. ૮. અનાદિકાળથી આ જીવે પરથી ભિન્ન પોતાના શુદ્ધાત્માને જાણ્યો નથી,
શ્રદ્ધયો નથી અને તેમાં લીનતા કરી નથી. આ જ એની અનાદિની ભૂલ છે. પોતે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે એ વાતનો આ જીવે કોઈ દિવસ સ્વીકાર કર્યો નથી. એ જ પ્રથમ ભૂલ છે. પોતે પોતાને ભૂલી ગયો છે એ મોટામાં મોટી ભૂલ છે-બધા ભૂલેલા ભગવાન છે. પોતે ભૂલી ગયા છે કે
બધા જીવ ભગવાન સ્વરૂપ છે. ૧૦. પોતાના દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવને જીવે યથાર્થ જાણ્યા નથી.
અને એ જ એના સ્વરૂપના યથાર્થ સમજણ સંબંધી અનાદિની ભૂલ છે. સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ-સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ
બીજાથી પોતાની ભિન્નતા એ નથી જાણ્યું એ જ ભૂલ છે. ૪. મોક્ષનું સ્વરૂપ અને મોક્ષનો ઉપાયઃ ૧. મોક્ષ એટલે દુ:ખથી છુટકારો - ચાર ગતિના પરિભ્રમણમાંથી મુક્તિ
મોક્ષ થતો નથી - સમજાય છે. ૨. કાર્યની ઉત્પત્તિમાં પાંચ સમવાય કારણો આ પ્રમાણે છે.
(૧) સ્વભાવ (૨) કાળ લબ્ધિ (૩) નિયતિ અથવા ભવિતવ્યતા (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ - આ પાંચેયની ઉપસ્થિતિ કાર્ય નિષ્પન્ન થવામાં જરૂરી છે. તથાપિ સુધર્મની પ્રાપ્તિમાં પુરુષાર્થ મુખ્ય છે.