Book Title: Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 219
________________ ૧૮૬ ૪. ગુણ-પર્યાયવાળો છે. જીવ નામની વસ્તુ ગુણ-પર્યાયવાળી છે. ૫. તેનું સ્વ-પર પ્રકાશન જ્ઞાન અનેકાકારરૂપ એક છે. જ્ઞાનમાં અનંતને જાણે, લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય એકરૂપ છે. ૬. વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. ૭. અનેક દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. ભલે અશુદ્ધરૂપે પરિણમે તો પણ પોતામાં જ રહે છે. પરમાં જતો નથી-પરરૂપે થતો નથી-આવો જીવ નામનો પદાર્થ સમય છે. ૩. આ આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો એ ‘સ્વ સમય’ છે અને પર સ્વભાવરૂપ-મોહ-રાગ-દ્વેષરૂપ થઈને રહે તો તે ‘પર સમય' છે. અર્થાત્ પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થઈને પુણ્ય-પાપ વા રાગ-દ્વેષને એકપણે એક કાળે જાણતો અને પરિણમતો જે આત્મા તે અનાત્મા, અધર્મી તથા પર સમય છે. એક જીવને જ આ પ્રમાણે દ્વિવિધપણું છે, તે અશોભારૂપ છે. ૪. ત્રિકાળી ઉપયોગરૂપ જે સ્વભાવ એની હયાતિરૂપ જે શુદ્ધ આત્મ તત્વ કેવો છે ? ‘જ્ઞાયક’ ભગવાન કેવો છે ? “નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયકભાવ છે, એ રીતે શુદ્ધ કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે.’’ જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહે છે. વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે બીજો કોઈ નથી. ‘છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું. નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું’ આવું સ્વરૂપ છે શુદ્ધાત્માનુંજ્ઞાયકનું. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એનું વર્ણન આ પ્રમાણે છેઃ ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.’ આ જ્ઞાયક ભગવાન આત્મા (પરમાત્મા) દૃષ્ટિનો વિષય છે. ધ્યાનનો ધ્યેય છે. જ્ઞાનનો શેય છે. શ્રદ્ધાનો શ્રદ્ધેય છે.

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228