________________
૧૮૪
[૨૦]
ધર્મનો સાર
ધર્મનો સાર આ પ્રમાણે છે. નીચે પ્રમાણે ચાર વિષયોનો સતત અભ્યાસ-જ્ઞાન-શ્રદ્ધા-આચરણ....! ૧. વસ્તુ સ્વરૂપ અને વિશ્વ વ્યવસ્થા-વીતરાગ વિજ્ઞાન. ૨. આ વ્યવસ્થામાં જીવ દ્રવ્યનું સ્વરૂપ. ૩. જીવની અનાદિની ભૂલ.
૪. મોક્ષનું સ્વરૂપ અને મોક્ષનો ઉપાય. ૧. વસ્તુ સ્વરૂપ અને વિશ્વ વ્યવસ્થા ૧. આ લોક છ દ્રવ્ય સ્વરૂપ છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને
કાળ એ છ દ્રવ્ય છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય
કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. ૨. દરેક દ્રવ્યને પોતાનો સ્વભાવ છે. સ્વભાવનો અર્થ પોતપોતાના ગુણ
પોતપોતાની વિશેષતાઓ. ૩. “સત દ્રવ્ય લક્ષણ અસ્તિત્ત્વ-રહેવું-ક્યારે પણ નાશ ન થવું એ દ્રવ્યનું
મુખ્ય લક્ષણ છે. ૪. સત્ સ્વરૂપ વસ્તુ હંમેશા એકરૂપ જ રહેતી નથી. પણ પોતાની એકરૂપતા
(પોતાના ગુણોને) કાયમ રાખીને પ્રત્યેક ક્ષણ અનેક પ્રકારની નવીનતા કરતી જ રહે છે. અર્થાત્ ગુણોની અવસ્થા પ્રત્યેક સમયે બદલાયા કરે છે. શાસ્ત્રીય ભાષામાં તેને પર્યાય કહે છે.
ઉત્પાદ-વ્યય-ધોવ્યયુકતમ સત” એટલે દરેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય
સ્વરૂપ છે. દરેક દ્રવ્ય, દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ છે. ૫. દ્રવ્યોની ધ્રુવતા અને પરિણમનને સ્પષ્ટ કરતાં આચાર્ય ત્રીજો સૂત્ર આપે
છે - “ગુણ-પર્યયવદ દ્રવ્યમ'. આ બધાની ધુરતા અને પરિણમન પોતપોતાના ગુણોમાં અથવા સ્વભાવમાં જ થાય છે. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છોડી બીજા દ્રવ્યના ગુણોમાં કે પરિણમનમાં કાંઈ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક પર્યાય સ્વતંત્ર છે.