________________
જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનો હું જાણનાર છું (કર્તા છું એમ નહિ). ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયક સ્વભાવની જેને અંતર્દષ્ટિ થઈ છે તે જીવને પર્યાયમાં રાગાદિ ભાવ જે કમબદ્ધ થાય છે તેનો તે કર્તા થતો નથી, પણ માત્ર તેનો જ્ઞાતા-સાક્ષી રહે છે. ધર્મી પુરુષની આવી કોઈ અલૌકિક અંતર દશા હોય છે. પ્ર.: આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક પણ પોતાની પર્યાયોમાં પણ કાંઈ ફેરફાર કરવામાં તેનો કાબુ નહિ? ઉ. અરે ભાઈ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું (હું જ્ઞાનસ્વભાવી આત્મા છું, જ્ઞાયક.. જ્ઞાયક..જ્ઞાયક...છું) ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે ક્રમે ક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે
જ્યાં દ્રવ્યમાં અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં કોને ફેરવવાનું રહ્યું? તે પર્યાય પોતે જ દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે ક્યાંથી? દ્રવ્યમાંથી, માટે
જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઈ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ થવા જ માંડી. જ્યાં સ્વભાવનક્કી કર્યો (ભાવ-ભાસન થયું, ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યજ્ઞાન થયું મિથ્યા શ્રદ્ધા પલટીને સમ્યક શ્રદ્ધા (સમ્યગ્દર્શન) થઈ. એ પ્રમાણે નિર્મળ પર્યાયો થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથીને પર્યાયોની કમનીધારા તૂટીનથી. દ્રવ્યના આવા (જ્ઞાયક-શુદ્ધાત્મા) સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ તે જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો.
સ્વકે પર કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાયને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જઠરી ગયું, એટલે એકલો વીતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ.
જ્ઞાનમાં જ્ઞાતા-દષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે.
અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક પરમાં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે. જ્ઞાતા ભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ ને મિથ્થાબુદ્ધિ છે.
સમ્યગ્દર્શનનો વિષય (દષ્ટિનો વિષય) જે ત્રિકાળી-ધ્રુવ સામાન્યજ્ઞાયક ભાવ-તે એક જ સર્વ તત્ત્વોમાં સારભૂત છે. એ વસ્તુ પોતે ધ્રુવ છે. તેના પર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય છે.