________________
૧૮૫
૬. દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ એવા બે પ્રકારના ગુણો છે.
(૧) અસ્તિત્ત્વ (૨) વસ્તુત્ત્વ (૩) દ્રવ્યત્વ (૪) પ્રમેયત્વ (૫) અગુરુલઘુત્ત્વ (૬) પ્રદેશત્ત્વ એ સામાન્ય છ ગુણો બધા જ દ્રવ્યોમાં હોય છે અને વિશેષ ગુણો બધામાં અલગ અલગ હોય છે. જેમ કે જીવ દ્રવ્યમાં ચેતના, પુદ્ગલમાં રસ,
રંગ, ગંધ, સ્પર્શ વગેરે વગેરે. ૭. દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ પણ અન્ય દ્રવ્ય
બીજા દ્રવ્યની સત્તામાં કિંચિતમાત્ર પણ દખલગીરી નથી કરી શકતું. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. એ જ રીતે પ્રત્યેક ગુણ અને
પ્રત્યેક પર્યાય પણ સ્વતંત્ર છે. ૮. કમબદ્ધ પરિણમનઃ દરેક દ્રવ્યની પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે. જે દ્રવ્યનું
જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે નિમિત્તથી સર્વશે એમના જ્ઞાનમાં જાણ્યું છે તે પ્રમાણે તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે તે નિમિત્તથી તે જ પ્રમાણે પરિણમન થાય તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર તે જિનેન્દ્ર કાંઈ કરી શકે નહિ એવો
અબાધા નિયમ છે. ૯. ઉપાદાન અને નિમિત્તઃ આ જે પરિણમન થઈ રહ્યું છે તે તે સમયની
ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે તેનો હર્તા-કર્તા કોઈ નથી. દરેક પરિણમન વખતે કોઈને કોઈ નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત
કાંઈ કરતું નથી. ૧૦. આવી રીતે વિશ્વની સુંદર વ્યવસ્થા વ્યવસ્થિત જોવામાં આવે છે. આમાં જીવ દ્રવ્યનું સ્વરૂપ ૧. આ વિશ્વમાં હું જીવ દ્રવ્ય પણ એક વસ્તુ છું. ૨. બધા દ્રવ્યોની જેમ હું પણ અનાદિ નિધન એક સ્વતઃ (સ્વયં) સ્વતંત્ર
સત્તારૂપ છું. આ વાત સાત બોલથી કરી છે. ૧. જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યમય સત્તા સ્વરૂપ છે. ઉત્પાદ-વ્યય
ધુવની એકતારૂપ અનુભૂતિને સત્તા કહેલ છે. ૨. દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. ૩. અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે.