________________
૧૮૦ કરી તે પુરુષાર્થ આવ્યો, સન્મુખતા જ્ઞાયકભાવ પ્રતિ થઈ તે સ્વભાવ આવ્યો, સ્વભાવ સન્મુખતાની નિયતિનો પર્યાયકાળ છે તે કાળલબ્ધિ થઈ, જે ભાવ થવા યોગ્ય હતો તે થયો તે ભવિતવ્ય, કર્મનો જે અભાવ થયો એ નિમિત્ત-આમ
પાંચ સમવાય એકી સાથે આવી જાય છે. ૬. ક્રમબદ્ધના યથાર્થ નિર્ણયમાં નિશ્ચય-વ્યવહાર અને ઉપાદાન-નિમિત્તનું પણ
યથાર્થ જ્ઞાન આવી જાય છે. વસ્તુની નિર્વિકલ્પ દષ્ટિ અને અનુભવ તે નિશ્ચય અને તે કાળે જે રાગની મંદતા તે વ્યવહાર.
તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ન રહી. બંને એક કાળમાં સાથે છે. વળી જે સમયે જે પર્યાય થવાની હોય તે કાળે તે જ થાય એમ નિર્ણય થતાં નિમિત્ત આવે તો પર્યાય થાય એ વાતનરહી. કાર્યકાળ નિમિત્તની ઉપસ્થિતિનો કાળ છે તો નિમિત્ત હો, પરંતુ ઉપાદાનની પર્યાય પોતાના કાળે થઈ છે, નિમિત્તથી
નથી. ૭. દરેક દ્રવ્યની પર્યાયક્રમબદ્ધ છે અને ભગવાનના કેવળજ્ઞાનમાં વર્તમાન જણાઈ રહી છે તો પુરુષાર્થ કરવો ક્યાં રહ્યો?
દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને જે સમયે જે પર્યાય થવાની તે સમયે તે જ થશે એમ જેને યથાર્થ નિર્ણય થયો તેને તો સ્વભાવની અંતર્દષ્ટિપૂર્વક સમ્યગ્દર્શન થયું અને એ જ પુરુષાર્થ છે. પર્યાય બુદ્ધિ-પર્યાય દષ્ટિ દૂર થઈને અંતર્દૃષ્ટિ-દ્રવ્ય દષ્ટિ થાય તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે અને તે જ પુરુષાર્થ છે. ક્રમબદ્ધના નિર્ણયમાં આખું કર્તાપણું છૂટી અકર્તાપણું વા જ્ઞાતાપણું
પ્રગટ થાય છે એ જ સવળો પુરુષાર્થ છે. ૮. સર્વજ્ઞનો અને ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં પાંચ સમવાય એક સાથે છે. ૧. જે સમક્તિની પર્યાય પ્રગટ થઈ તે સ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે જ
થઈ છે તે પુરુષાર્થ છે. ૨. વળી સમકિતની પર્યાય નિજસ્વભાવમાં એકાગ્રતા વડેથઈ એમાં સ્વભાવ
પણ આવી જાય છે. ૩. સમકિતની પર્યાય કમબદ્ધ પોતાના કાળે જે થવાની હતી તે જ થઈ એ
ભવિતવ્યતા છે. ૪. જે સમયે સમકિતની પર્યાય થઈ તે સ્વકાળે થઈ તે નિયત છે-કાળલબ્ધિ
છે.