________________
૧૭૯
'બા.
જેમ મોતીના હારમાં જે મોતી જ્યાં છે ત્યાં જ તે છે આગળ-પાછળ નથી. તેમ પ્રત્યેક દ્રવ્યમાં દરેક પર્યાય જે સમયે થવાની છે તે જ સમયે તે પર્યાય નિયતપણે થાય છે. આધી-પાછી કે આડી-અવળી થતી નથી. જીવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાતા-દષ્ટા સ્વભાવી છે. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાંથી પણ ન્યાયપૂર્વક જીવ જ્ઞાતા-દષ્ટા એમ સિદ્ધ થાય છે. જીવની પર્યાય ક્રમબદ્ધ છે, જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે એમ કહીને જીવનો અકર્તા સ્વભાવ વર્ણવ્યો છે. જે કાંઈ થાય તેના કર્તા જીવ નથી. એટલે એનો અર્થ એ થયો કે જીવ જ્ઞાતા-દષ્ટા છે.
વીતરાગનું કોઈ પણ વચન હો, એનું તાત્પર્ય વીતરાગતા જ છે. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવને કમબદ્ધ પર્યાયનો
જ્યાં નિર્ણય થાય છે ત્યાં તે જ્ઞાતા-દષ્ટા થઈ જાય છે. પોતે જ્ઞાતા-દષ્ટા થતાં શાસ્ત્રનું તાત્પર્યજેવીતરાગતા છે તે એને પ્રગટ થાય છે. એ વીતરાગતા પોતાના ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે. એટલે ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં પણ જ્ઞાતાનો નિર્ણય થવો એ મૂળ રહસ્યની વાત છે. જેને પર્યાયની સ્વતંત્રતાનો સાચો નિર્ણય નથી તેને દ્રવ્ય દષ્ટિ પ્રગટ થતી નથી. સમયે સમયે થતી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વતંત્રપણે થાય છે એવી જેને શ્રદ્ધા નથી તેને પર્યાય રહિત ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય પર દષ્ટિ જતી નથી. સર્વજ્ઞ દીઠું એમ જ કમબદ્ધ એટલે જે કાળે જે પર્યાય થવાની હોય તે તે કાળે જ થાય, આઘીપાછી નહિ, એવો નિર્ણય જેણે કર્યો તેણે એ નિર્ણય પોતાના જ્ઞાયક સ્વભાવ તરફ જઈને કર્યો છે, કેમ કે જ્ઞાયક સ્વભાવમાં સર્વજ્ઞતા છે. જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ પર્યાયના આશ્રયેન થાય. જ્ઞાયક સ્વભાવની પ્રતીતિમાં સર્વજ્ઞની પ્રતીતિ આવે છે અને તેના જ્ઞાનમાં સર્વજ્ઞ સ્વભાવનું જ્ઞાન આવે છે. અહો! જેને આવા સર્વજ્ઞ, સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો તેને ક્રમબદ્ધનું યથાર્થ જ્ઞાન થયું છે. | સર્વજ્ઞ ભગવાન જગતમાં છે, અને એણે જે જોયું તે જેમ છે તેમ જ છે, અને તે પ્રમાણે જ થાય, એમાં જે શંકા કરે તે મિથ્યાદષ્ટિ છે. છે તો એમ જ. પણ એનો નિર્ણય કોને થાય? આત્માના જ્ઞાન સ્વભાવનો (જ્ઞાયક સ્વભાવનો) જેને અંતર્દષ્ટિ વડે નિશ્ચય થાય છે તેને જ ક્રમબદ્ધનો સાચો નિર્ણય થાય છે. જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરવા જતાં-તેમાં જ્ઞાયક સ્વભાવની જે સન્મુખતા