________________
૧૨૪
૪. સર્વમાન્ય મોક્ષશાસ્ત્રમાં શ્રી ઉમા સ્વામી કહે છે કે : “ઉપયોગો લક્ષણ જીવ
ઉપયોગ જેનું લક્ષણ છે તે જીવ છે. જીવને પોતાના ઉપયોગ સ્વરૂપમાં સદા તન્મયપણું છે. રાગાદિકમાં કે શરીરાદિકમાં તેને તન્મયપણું નથી. તે ઉપયોગ કોઈથી રચાયેલો નથી, પોતાનું સમ્પણું ટકાવવા તે કોઈ ઈન્દ્રિયોની કે રાગની અપેક્ષા રાખતો નથી; ઈન્દ્રિયો કે રાગ વગર તે સ્વયંસિદ્ધ જીવનું
સ્વરૂપ છે. ૫. ઉપયોગ કહો કે ચેતના કહો - જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ
જ્ઞાન ચેતના, દર્શન ચેતના તેચેતનાનું રાગરહિત નિર્મળ પરિણમન, એટલે કે શુદ્ધચેતના તે અહિંસા છે, તે ધર્મ છે, તે મોક્ષમાર્ગ છે. અને તે ચેતનામાં રાગાદિ અશુદ્ધ પરિણમન તે
હિસા છે, તે સંસારનું કારણ છે. ૬. જીવના પાંચ ભાવમાં ઉતારીએ તો :
(૧) ઉપયોગ તે પારિણામિક ભાવ છે. (૨) ઉપયોગનું શુદ્ધ પરિણમન તે ક્ષાયિકાદિ ભાવરૂપ છે.
(૩) રાગાદિક ભાવો તે ઔદાયિક ભાવ છે. આ રીતે ઉપયોગને અને રાગને ભાવથી ભિન્નતા છે. ૭. નવ તત્ત્વમાં લઈએ તો:
(૧) ઉપયોગ તે જીવ, સંવર, નિર્જશ, મોક્ષ તત્ત્વમાં આવે છે.
(૨) રાગાદિ ભાવો આસવ અને બંધ તત્ત્વમાં આવે છે. આ રીતે ઉપયોગ અને રાગ બંને તત્ત્વો ભિન્ન છે. ૮. ન્યાય યુક્તિથી જોઈએ તો :
ઉપયોગ સાથે આત્માની સમવ્યામિ છે.
રાગાદિ સાથે આત્માની સમવ્યાપ્તિ નથી. માટે ન્યાયથી ઉપયોગ અને રાગની ભિન્નતા સિદ્ધ થાય છે. અનુભવથી જોતા પણ ઃ રાગાદિ વગરનો ઉપયોગ સ્વરૂપે જીવ અનુભવમાં આવે છે, પણ ઉપયોગ વગરનો જીવ - રાગાદિ મિશ્રિત જીવ - કદી અનુભવમાં આવતો નથી.