________________
૧૪૩
૧૭. આવું ત્રિકાળી નિજ ચૈતન્યનિધાન જેણે જાણ્યું એવા સમ્યગ્દષ્ટિ જીવને
જે પર્યાયમાં રાગ, વ્યવહારના પરિણામ થાય તેને તે પુગલના કર્તવ્યપણે
જાણે છે, પોતાના કાર્યપણે નહિ. ૧૮. નિશ્ચયથી વસ્તુના સ્વભાવમાં જેમ પુદ્ગલ નથી તેમ રાગ પણ નથી.
બંનેય પર છે, તેથી બંનેને આત્મામાથી એકી સાથે કાઢી નાખ્યા છે. તેથી ચૈતન્ય સ્વભાવથી બાહ્ય ગણીને બંનેનો કર્તા પુદ્ગલ અને બંને
પુદગલના કર્મ છે એમ અહીં સિદ્ધ કર્યું છે. ૧૯. દુનિયાને બહારની મિઠાસ છે એટલે કે શરીર, ઇન્દ્રિયો અને વિષયોમાં
સુખબુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે, પણ એને મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વમાં અજ્ઞાની તણાઈ ગયો છે. અહીં જ્ઞાનીને મિથ્યાત્વના પરિણામ નથી, સાથે જ્ઞાન પણ સમ્યફ છે. તેથી ચારિત્રમોહના જે પરિણામ થાય છે તે
બધા પુદ્ગલના પરિણામ છે એમ તે જાણે છે. ૨૦. પુગલ સ્વતંત્રપણે તેમાં વ્યાપીને તેનો કર્યા છે, જીવ તેનો કર્તા નથી.
જુદી ચીજનો કર્તા જુદી ચીજ છે. વિકાર આત્માથી જુદી ચીજ છે, તો તેનો કર્તા પણ જ્ઞાયકથી ભિન્ન પુદ્ગલ છે. આવી વાત છે. માત્ર પુદ્ગલ પરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે. તે આત્મા (કર્મ-નોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો
થકો જ્ઞાની છે. ૨૧. ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી અખંડ એકરૂપ વસ્તુ છે એવી જ્યાં દષ્ટિ
થઈ અને એમાં અંતર્લીન થયો ત્યાં વિકારી પરિણામનો આત્મા કર્તા થતો નથી. કેમ કે વસ્તુ સ્વભાવે નિર્વિકાર, નિર્મળ છે અને પર્યાયમાં જે વિકાર છે તેને પુગલમાં નાંખી દીધો. દ્રવ્યના સ્વભાવની દષ્ટિ કરી રાગ
સાથે કર્તા-કર્મપણું સમાપ્ત કરી દીધું. ૨૨. હવે માત્ર પુદ્ગલ પરિણામના જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા
પોતાના આત્માને જાણે છે. રાગ થાય તેનું જે જ્ઞાન થાય તે જ્ઞાનતો પોતાનું છે, સ્વનું છે. રાગ સંબંધીનું જ્ઞાન તે આત્માનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ
હોવાથી આત્માનું કર્મ છે અને તે જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે. ૨૩. રાગ સંબંધીનું જે જ્ઞાન તે જ્ઞાનને પોતાના કર્મપણે કરતો તે આત્માને
જાણે છે, રાગને જાણે છે એમ નહિ.