________________
૧૪૧
૪. માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો
ઉત્પાદક છે જ નહિ, માટી જ કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી જકુંભભાવે ઉપજે છે. માટી ઘડાની કર્તા છે, કુંભારે ઘડો કર્યો નથી. કુંભાર નિમિત્ત ભલે હોય પણ કાર્ય (ઘડો) નિમિત્તથી
કુંભારથી થતું નથી. ૫. અંદરમાં ઉત્પન્ન થતા દયા, દાન, ભકિત આદિના પરિણામ તે કર્મના
પરિણામ છે. ભાવકર્મ છે એ બધું ય પુદ્ગલ પરિણામ છે, જીવસ્વરૂપ નથી. આ વિકારી પરિણામ જે શુભાશુભ ભાવ છે તે પુલના પરિણામ છે. પુદ્ગલ પ્રસરીને વિકાર ભાવ થયો છે. પુદ્ગલ પરિણામ એટલે આ જે રાગાદિભાવ છે તે પુદ્ગલથી થયા છે, જીવથી નહિ. તે પુગલના આશ્રયથી થયા છે. પુદ્ગલ પરિણામ એટલે રાગ અને પુદ્ગલને વ્યાપ્યવ્યાપક ભાવ હોવાથી કર્તા-કર્મનો સદ્ભાવ છે. પુદ્ગલકર્તા અને વિકારી ભાવ પુદ્ગલનું કર્મ છે. જીવ તેને કર્તા નથી. આત્મા અને જડ કર્મનો અનાદિથી સંબંધ છે. કર્મની પર્યાય અનાદિથી કર્મપણે થયેલી છે, તે જીવે કરી નથી; જીવના પરિણામ કર્મો કર્યા નથી. અનાદિથી એક ક્ષેત્રે રહ્યા છતાં એકબીજાને કર્તા-કર્મપણું નથી. જીવ જીવની પર્યાય કરે, કર્મ કર્મની પર્યાય કરે. જીવ કર્મની અવસ્થાને કરે અને કર્મનો ઉદય જીવની અવસ્થાને - રાગને કરે એમ નથી. આમ પ્રથમ બે
દ્રવ્યની પર્યાયનું સ્વતંત્રપણું સિદ્ધ કરે છે. ૭. હવે દ્રવ્ય દષ્ટિ કરાવવા રાગના પરિણામનો કર્તા જીવ નહિ એમ અહીં
કહે છે; અહીં તો જીવનું કાર્ય જ્ઞાતા-દષ્ટાપણું છે એમ સિદ્ધ કરવું છે. વસ્તુષ્ટિ કરાવવી છે ને ! આત્મા જે ચૈતન્યમય વિજ્ઞાનઘન વસ્તુ છે તે એના નિર્મળ ચૈતન્ય પરિણામને કરે પણ વિકારી પરિણામ થાય છે તેનું કર્તવ્ય નથી. તેથી જે રાગ પરિણામ થાય તે પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલ તેનો કર્યા છે એમ અહીં કહ્યું છે. જ્ઞાતા દષ્ટાના પરિણમનમાં જે રાગ
થાય તે પુલનું કાર્ય છે, જીવ તેની જાણનહાર છે, કર્તા નથી. ૮. પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુગલ પરિણામનો કર્તા છે અને
પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી કર્મ છે. ૯. આ દયા, દાન આદિ પુણ્યના પરિણામે વ્યાપ્ય છે અને પુદ્ગલ સ્વતંત્ર
વ્યાપક છે. પુલ પ્રસરીને રાગાદિ પરિણામ કરે છે.