________________
૧૬૯
સૂક્ષ્મપણે રાગની મીઠાસ છે - વ્યવહારની પક્કડ છે, એટલે સમ્યગ્દર્શન થતું નથી.
2. રાગ રહિત જ્ઞાયક સ્વભાવની વાત આવે ત્યાં જે જીવને એમ થાય કે ‘આ કામ કેમ થાય ?' તો તેનું વીર્ય વ્યવહારમાં અટકી ગયું છે એટલે તેને સ્વભાવની દૃષ્ટિ નહિ હોવાથી સમ્યગ્દર્શન પ્રગટતું નથી. સૂક્ષ્મ જ્ઞાન સ્વભાવ છે તેની મીઠાસ છૂટી એટલે રાગની મીઠાસ થઈ, નિશ્ચય સ્વભાવની અપૂર્વ વાત જીવ કદી સમજ્યો નથી અને કોઈને કોઈ પ્રકારે વ્યવહારની રુચિ રહી ગઈ છે તેથી સમ્યગ્દર્શન થતું નથી. રાગની રુચિપૂર્વકનો જે ભાવ તે મિથ્યાત્વ જ છે. ૮. પ્રાણીઓને ભેરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબન જાણી બહુ કર્યો છે પણ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે કે ‘શુદ્ધ નય ભૂતાર્થ છે સત્યાર્થ છે.’ એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે, એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન-શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી.
?.
શાસ્ત્ર તરફનું વિકલ્પ જ્ઞાન તે વ્યવહાર છે, તે જ્ઞાન તરફથી વીર્ય ખસેડીને સ્વભાવમાં વાળવાનું છે; સન્ના નિમિત્ત તરફના ભાવે જેવા પુણ્ય બંધાય છે તેવા પુણ્ય અન્ય નિમિત્તોના વલણથી બંધાતા નથી, એટલે લોકોત્તર પુણ્ય પણ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના વિકલ્પર્થી છે. પરંતુ તે જ્ઞાન હજી પર તરફના વલણવાળું છે, નિશ્ચય સ્વભાવના વલણવાળું નથી તેથી તેનો નિષેધ છે. સત્ય જાણે છે છતાં તે વડે પોતાનું અયથાર્થ પ્રયોજન જ સાથે છે, તેથી તેને સમ્યજ્ઞાન કહેતાં નથી.
૫૦. જેને આગમજ્ઞાન એવું થયું છે કે જે વડે સર્વ પદાર્થોને હસ્તકમલવત્ જાણે છે તથા એમ પણ જાણે છે કે આનો જાણવાવાળો હું છું, પરંતુ ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એવો પોતાને પર દ્રવ્યથી ભિન્ન કેવળ ચૈતન્ય દ્રવ્ય અનુભવતો નથી. એટલે કે સ્વ-પરને જાણવા છતાં પોતાના નિશ્ચય સ્વભાવ તરફ ઢળતો નથી પરંતુ વ્યવહારની પકડમાં અટકે છે. માટે જ્ઞાનમાં ખ્યાલ હોવા છતાં તેને તે કાર્યકારી નથી, કેમ કે તે નિશ્ચયનો આશ્રય લેતો નથી.