________________
૧૭૬
ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ આવે છે. દરેક કાર્ય વખતે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી એ વાત ભૂલવી
નહિ.
પ્રયોજનભૂતઃ આ બધું જાણવાનું પ્રયોજન શું?
અનાદિ કાળથી ચાલી આવેલી નિમિત્તાધીન દષ્ટિ છોડાવવા અને વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવવા આ જરૂરી છે.
છ દ્રવ્યનું સ્વરૂપ બરાબર સમજવું. આ છ દ્રવ્યોમાં સમયે સમયે પરિણમન થાય છે, તેને પર્યાપ' (હાલત, અવસ્થા) કહેવાય છે.
ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યોના પર્યાય તો સદાય શુદ્ધ જ છે; બાકીના બે દ્રવ્ય-જીવ અને પુદ્ગલ-એ બે દ્રવ્યોમાં શુદ્ધ પર્યાય હોય છે અથવા અશુદ્ધ પર્યાય પણ હોઈ શકે છે.
જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યોમાંથી પણ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેનામાં જાણપણું નથી અને તેનામાં જ્ઞાનની ઊંધાઈરૂપ ભૂલ નથી; માટે પુદ્ગલને સુખ કે દુઃખ હોતા નથી. સાચા જ્ઞાન વડે સુખ અને ઊંધા જ્ઞાન (અજ્ઞાન) વડે દુઃખ થાય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાનગુણ જ નથી. આમ હોવાથી પુદ્ગલ દ્રવ્યને તો અશુદ્ધ દશા કે શુદ્ધ દશા હો, બંને સમાન છે.
શરીર પુદ્ગલની અવસ્થા છે. સમયે સમયે તેનું કમબદ્ધ પરિણમન થયા જ કરે છે. પ્રત્યેક પુદ્ગલ પરમાણુના રસ, રંગ, ગંધ અને સ્પર્શ બદલાયા કરે
શરીર નિરોગી હોય કે રોગી હો, એ તો પુદ્ગલની અવસ્થા છે-શરીરને એ અવસ્થા-શુદ્ધ-અશુદ્ધનું જ્ઞાન નથી તેથી તેને સુખ-દુ:ખ જેવી કોઈ વસ્તુ જ નથી. તે સાથે સુખ-દુ:ખનો સંબંધ નથી.
હવે બાકી રહ્યો જાણનારો જીવ. છ એ દ્રવ્યોમાં આ એક જ દ્રવ્ય જ્ઞાન સામર્થ્યવાન છે. જીવમાં જ્ઞાન ગુણ છે અને જ્ઞાનનું ફળ સુખ છે, તેથી જીવમાં સુખ ગુણ છે. જો સાચું જ્ઞાન કરે તો સુખ હોય, પરંતુ જીવ પોતાના જ્ઞાન સ્વભાવને ઓળખતો નથી અને જ્ઞાનથી જુદી અન્ય વસ્તુઓ (જેમાં જ્ઞાન