________________
૧૭૪
૧૮
ઉપાદાન અને નિમિત્ત સર્વ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં છ કારક-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાના અને અધિકરણ એક સાથે વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દેશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં જ છે એ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઈ કારકો (-કારણો) ની અપેક્ષા રાખતા નથી. કાર્ય કેવી રીતે થાય છે? કારણ જેવા જ કાર્ય હોવાથી કારણ જેવું જ કાર્ય થાય છે. કાર્યને ક્રિયા, કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ, પરિણમન અને પરિણતિ કહે છે. કારાણ કોને કહે છે? કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. ઉત્પાદક સામ્રગીના બે ભેદ છે. (૧) ઉપાદાન (૨) નિમિત્ત. ઉપાદાનને નિજશક્તિ અથવા નિશ્ચય અને નિમિત્તને પરયોગ અથવા વ્યવહાર કહે છે. ઉપાદાનનું કારણ જ સાચું કારણ છે. ઉપાદાન કારણ કોને કહે છે? ૧. જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે તેને ઉપાદન કારણ કહે છે. જેમ કે
ઘડાની ઉત્પત્તિમાં માટી. ૨. અનાદિકાળથી દ્રવ્યમાં જે પર્યાયોનો પ્રવાહ ચાલ્યો આવે છે તેમાં અનન્તર
પૂર્વેક્ષણવર્તી પર્યાય ઉપાદન કારણ છે અને અનન્તર ઉત્તરક્ષણવર્તી પર્યાય
કાર્ય છે. ૩. તે સમયની પર્યાયની યોગ્યતા તે ઉપાદાન કારણ છે અને તે જે પર્યાય
કાર્ય છે. ઉપાદાન તે જ સાચું (વાસ્તવિક) કારણ છે. યોગ્યતા કોને કહે છે? યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. (આ કથન જ્ઞાનની યોગ્યતા (સામર્થ્ય માટે છે. પરંતુ યોગ્યતાનું કારણ પણું સર્વમાં સર્વત્ર છે.) સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતા શબ્દના અર્થ છે. નિમિત્ત કારણ કોને કહે છે? જે પદાર્થ સ્વયં કાર્યરૂપે ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો જેના પર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્તા કારણ કહે છે. જેમ કે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ. (નિમિત્ત