________________
૧૭૩
૧૮. પર્યાય ગૌણ થઈ જાય છે એનો અર્થ વીતરાગતાનો અનુભવ ગૌણ થઈ જાય
છે એમ નહિ. ગૌણ થઈ એટલે વીતરાગતા પર્યાયમાં ન આવી માટે ગૌણ થઈ એમનહિ. ફક્ત લક્ષની અપેક્ષાએ ગૌણ કહ્યું. વીતરાગી પર્યાયનું લક્ષ વીતરાગી પર્યાય ઉપર નથી, માટે ગૌણ કહ્યું. ધ્રુવ પર લક્ષ છે છતાં તે પર્યાય ધુવને અવલંબતી નથી. અપરિણામી એ પરિણામમાં આવતું નથી છતાં એ પરિણામ
માં અપરિણામીનું જ્ઞાન અને વીતરાગી પર્યાય આવે છે. ૯. પર્યાયનું લક્ષ ધ્રુવ પર હોવા છતાં તે પર્યાય પરતંત્ર નથી. એ પર્યાય સ્વતંત્ર કર્તા
થઈને લક્ષ કરે છે. ષકારકનું પરિણમન ઊભું કરીને એ પર્યાય ત્રિકાળી ધ્રુવ
વીતરાગતાને જાણે છે. પર્યાય સ્વતંત્ર કર્તા છે. ૦િ. પરિણામગૌણ થઈ જાય છે એટલે પરિણામમાં ચાલ્યા જતા નથી, પર્યાયનો
કાંઈ અભાવ થઈ જતો નથી, ભાવરૂપે જ રહે છે. છતાં ગૌણ કેમ કહ્યું? કે લક્ષ ધ્રુવ પર છે માટે ગૌણ કહ્યું. બાકી છે તો પર્યાયની મુખ્યતા, કેમ કે નિર્ણય કરનાર પોતે જ છે. એ વીતરાગી પર્યાય નિરપેક્ષ છે. અનુભવમાં પર્યાય મુખ્ય
છે.
૧. ગૌણ એટલે એનું લક્ષ ધ્રુવ પર રાખવું, પર્યાય તરફ ન રાખવું, છતાં વલણ કરનારી પર્યાય દ્રવ્યની અપેક્ષા રાખતી નથી. વીતરાગી આનંદનો અનુભવ સ્વતંત્રપણે પોતે કર્તા થઈને વીતરાગી આનંદના કાર્યને પોતે અનુભવે છે. કર્તા પરિણામીના પરિણામ થયા તે જ મુખ્ય છે. વીતરાગી આનંદનો અનુભવ એ
જ મુખ્ય છે. ૨. વીતરાગતાનો આનંદ પ્રત્યક્ષ વેદાય એ મુખ્ય છે. પર્યાય સ્વભાવને લીધે
વીતરાગી આનંદ તો સમયે સમયે થયા જ કરે છે, એને ગૌણ કરી શકાય એવી કોઈ તાકાત નથી. દ્રવ્યની પણ તાકાત નથી એને ગૌણ કરે. જેનું વેદન છે તેની મુખતાના ઢંઢેરો પીટાય છે.