________________
૧૭૨
છે. ફૂટસ્થ, ધ્રુવ અપરિણામી છે-એવો નિર્ણય પર્યાય કરે છે અને છતાં એ
પર્યાય ધ્રુવમાં જતી નથી કે ધ્રુવ એ પર્યાયમાં આવતું નથી. ૧૦. પ્રમાણ અપેક્ષાએ આત્મા અપરિણામી તેમજ પરિણામી પણ છે. અપરિણામી
નું આટલું બધું જોર દેવા છતાં એનો નિર્ણય કરનારી પર્યાય છે; પર્યાય છે, નથી
એમ નથી. ૧૧. નિર્ણય તો પર્યાયમાં જ થાય છે પણ પર્યાયનું લક્ષ ધ્રુવ ઉપર છે તેથી નિર્ણય
કરનારી પર્યાય ગૌણ રહે છે એટલે પર્યાયની મુખ્યતા આવતી નથી. મુખ્યતા
તો ત્રિકાળીની જ આવે છે. ૧૨. ગૌણપણે કહેતાં વર્તમાન પર્યાય પણ છે અને એ જ પર્યાય અપરિણામી નો
નિર્ણય કરે છે. અનિત્ય એ નિત્યને જાણે છે, નિત્ય છે તે નિત્યને તો જાણતું નથી. જો પર્યાય નથી જ તો નિર્ણય કરનાર જ નથી અને તો જેનો નિર્ણય
કરવો છે એ વસ્તુ પણ નથી. ૧૩. પ્રમાણમાં તો દ્રવ્ય અને પર્યાય બંને આવે છે, ત્યારે તો વીતરાગતા થાય છે.
પર્યાય ત્રિકાળી વીતરાગતાનો નિર્ણય કરે છે અને તેથી પર્યાયમાં વીતરાગતા આવે છે. તેથી પ્રમાણમાં ત્રિકાળી વીતરાગતા આવી ને તેનો નિર્ણય કરનારી
વીતરાગી પર્યાય પણ આવી. ૧૪. વીતરાગી પર્યાય ત્રિકાળી વીતરાગતાનો નિર્ણય કરે છે, છતાં એ વીતરાગી
વર્તમાન પર્યાય ત્રિકાળી વીતરાગતામાં આવી જતી નથી. અપરિણામીનો નિર્ણય કરવા છતાં એ પર્યાય અપરિણામ રૂપે થતી નથી. પર્યાયમાં તો પર્યાયની જધુવતા આવે છે અને એ ધુવતા ત્રિકાળીધુવના લક્ષે આવી છે છતાં ધ્રુવમાંથી
આવી નથી; પર્યાય સ્વતંત્ર છે. ૧૫. અપરિણામી ઉપર દષ્ટિ દેતાં પરિણામ ગૌણ થઈ જાય છે. પરંતુ અનુભવ તો
પર્યાયનો જ થાય છે. ૧૬. એકરૂપ ધ્રુવ છે તેને સ્પર્યા વિના આત્માની પર્યાયમાં આનંદ અને વીતરાગતાનું
વેદન થાય છે. ત્રિકાળીને સ્પર્યા વિના, તેનું આલંબન લીધા વિના પર્યાયમાં
વીતરાગતા પ્રગટ થાય છે. ૧૭. પર્યાય સ્વતંત્ર છે, એ પરિણામી હોવા છતાં ને ત્રિકાળી વીતરાગીનો આશ્રય
લેવાં છતાં તેના અવલંબન વિના એ પર્યાય વીતરાગ સ્વરૂપે પરિણમે છે.