________________
૧૭૦
અનેકાંતઃ ૧. દરેક દ્રવ્ય પોતાથી છે અને પરથી નથી.
દરેક ગુણ પોતાથી છે અને પરથી નથી. દરેક પર્યાય પોતાથી છે અને પરથી નથી.
- એ અસ્તિ-નાસ્તિ આદી પરસ્પર વિરુદ્ધ શક્તિઓનું દરેક પદાર્થમાં હોવું એને અનેકાંત કહે છે. ૨. અનેકાંત એ અમૃત છે કારણકે સત્ સ્વપણે છે ને પરપણે નથી. તેમાં સ્વનું
હોવું તે પરના અભાવ ભાવરૂપ હોવાથી સ્વની શાંતિ વેદાય છે. એ જ અમૃત
૩. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય
બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. અનેકાંતિક માર્ગ એટલે કે ઉપાદાન પણ છે, નિમિત્ત પણ છે. અભેદ પણ છે અને ભેદ પણ છે. શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. નિશ્ચય પણ છે અને વ્યવહાર પણ છે. એમ હોવા છતાં સમ્યફ એકાંત એવા શુદ્ધ દ્રવ્ય સ્વભાવના આશ્રય વિના નિજપદની પ્રાપ્તિ થઈ શકતી નથી અને શુદ્ધ સ્વભાવના આશ્રય સિવાય ભેદ, નિમિત્ત, વ્યવહાર અને પર્યાયનું અનેકાંતિક જ્ઞાન પણ યથાર્થ થઈ શકતું
નથી. ૪. સ્વભાવતે ઈષ્ટ છે, વિભાવતે અનિષ્ટ છે. સ્વભાવમાં વિભાવનો તથા વિભાવમાં સ્વભાવનો અભાવ છે તે ખરું અનેકાંત છે.
જગતના જીવોને આ સમયે જ કલ્યાણ છે. અનુભવમાં પર્યાયની જ મુખ્યતા છે:
શાસ્ત્રમાં જ્યાં અને ત્યાં અપરિણામી નિજ આત્મદ્રવ્યનો આશ્રય લેવાનું કહ્યું છે, કારણ કે સારતો એ જ છે. તેથી ત્રિકાળીને ભૂતાર્થ કહ્યોને પર્યાયને ગૌણ કરી અભૂતાર્થ કહીને, એ નથી એમ કહ્યું છે. પરંતુ ગૌણ કહેતાં કાંઈ પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. અપરિણામી ઉપર દષ્ટિ દેતાં પરિણામ ગૌણ થઈ જાય છે, પરંતુ અનુભવ તો પર્યાયનો જ થાય છે. પર્યાયને ગૌણ કરે છે ત્યારે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. લક્ષની અપેક્ષાએ પર્યાયને ગૌણ કહી, બાકી છે તો પર્યાયની જ મુખ્યતા, કારણ કે દ્રવ્યનો અનુભવ થતો નથી. દ્રવ્યનું