________________
૧૬૭
પ્રગટ થાય છે. આ જ ધર્મની રીત છે, ભાઈ! ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ ત્રિકાળ શક્તિરૂપે છે એમ વાત છે. સ્વભાવનો આશ્રય લઈને જે જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થયું તેમાં આખો આત્મા જણાયો, શ્રદ્ધામાં આવ્યો, તે જ્ઞાન, જે પર્યાયમાં રાગની અશુદ્ધતા છે, કે જે અશુદ્ધતાની પરિણતિ છે તેને વ્યવહારે જાણે, વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજવાન છે, પરંતુ જ્ઞાની રાગનો કર્તા અને રાગ તેનું કાર્ય-એવો જ્ઞાનમાં અવકાશ ક્યાં છે? નથી જ. વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજવાન છે, આદરેલો
પ્રયોજવાન નથી. ૩. રાગથી ભિન્ન પડીને ચૈતન્ય સ્વરૂપના અનુભવથી સાધક થાય ત્યારે તે
ભૂમિકાનો જે મંદ રોગ છે તેને આરોપ કરીને સાધક કહ્યો છે. એ જ્ઞાન કરાવવા એને વ્યવહારથી સાધક કહેવાય છે. ચૈતન્ય સ્વભાવના આશ્રયે થયેલી નિર્મળ પર્યાય (દશા) તે ધર્મ છે અને તે કાળે રાગને સહચરદેખીને આરોપ આપી તેને વ્યવહારથી સાધક કહેવામાં આવે છે. પરંતુ જેને આત્મ જ્ઞાન નથી તે તો વ્યવહારમાં મૂઢ છે. તેના શુભ રાગને વ્યવહાર
કહેવામાં આવતો નથી. ૪. વ્યવહારને પરંપરાએ મોક્ષનું કારણ કહ્યું છે ને?
હા! પણ કોનો વ્યવહાર અને કયો વ્યવહાર? જેને અંતરમાં આત્મદર્શન થયું છે, સ્વાશ્રયથી નિજ ચૈતન્યના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે જે ખરેખર આગળ જતાં મોક્ષનો સાધક છે, તેને જ રાગ (વ્યવહાર) બાકી છે તે રાગ પરિણામમાં ઉપચાર કરીને તેને વ્યવહારથી પરંપરા કારણ કહેલ છે, કારણ કે એના શુભમાં અશુભ ટળ્યો છે. એ છતાં એ મોક્ષમાર્ગમાં બાધક છે એમ સમજવું.
વળી જેને ચૈતન્યમૂર્તિ નિર્મળાનંદસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ જ થઈ નથી તેના શુભ ભાવમાં અશુભ ટળ્યો જ નથી, કેમ કે મિથ્યા દર્શનનું મહા અશુભ તો ઊભું જ છે. તેની તો રુચિ જ શુભ ભાવમાં પડી છે તેથી તેના શુભ રાગને વ્યવહારથી પણ સાધક કહેતાં નથી. માટે પર્યાયમાં જે શુભાશુભરાગ થાય છે તે સ્વભાવના ઘાતક છે અને વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી જીવનિબદ્ધ છે, તો પણ જીવ નથી એમ નિશ્ચય કરવો.