________________
૧૬૬
કરવા યોગ્ય નથી તો પછી આ વ્યવહાર નયનો ઉપદેશ જ શા માટે આપવામાં આવે છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે આ વ્યવહાર નય પણ કોઈ કોઈને ક્યારેક ક્યારેક પ્રયોજનવાન હોય છે, તેથી તે સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી અને તે કારણે જિનવાણીમાં તેનો ઉપદેશ પણ અપાયો છે.
આ વ્યવહાર કોને અને ક્યારે પ્રયોજવાન છે ?
જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ-જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા છે, શુદ્ધાત્માનો ઉપદેશ શુદ્ધ નય જાણવા યોગ્ય છે અને જે જીવો અપરમ ભાવમાં સ્થિત છે, શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને પહોંચી શક્યા નથી, સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર નય દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે.
ΟΥ
જો તમે જિનમતનું પ્રવર્તન કરવા માંગતા હો તો વ્યવહાર અને નિશ્ચય બંને નયોમાંથી એકને પણ નહિ છોડો; કેમ કે વ્યવહાર વિના તીર્થનો અને નિશ્ચય વિના તત્ત્વનો નાશ થશે.
અહીં ‘તીર્થ ’નો અર્થ ઉપદેશ અને ‘તત્ત્વ’નો અર્થ શુદ્ધાત્માનો અનુભવ છે. ઉપદેશની પ્રક્રિયા પ્રતિપાદન દ્વારા કરવામાં આવે છે અને પ્રતિપાદન કરવું એ વ્યવહારનું કામ છે. માટે વ્યવહારને સર્વથા અસત્યાર્થ માનવાથી તીર્થનો લોપ થઈ જશે. શુદ્ધાત્માનો અનુભવ નિશ્ચય નયના વિષયભૂત અર્થમાં એકાગ્ર થતાં થાય છે; માટે નિશ્ચય નયને છોડવાથી તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય એટલે કે આત્માનો અનુભવ નહિ થાય. જિનવાણીમાં વ્યવહાર દ્વારા જે પણ ઉપદેશ આપવામાં આવ્યો છે, તેનો સાર એકમાત્ર આત્માનો અનુભવ છે. આત્માનુભૂતિ જ સમસ્ત જિનશાસનનો સાર છે. ઉપદેશની પ્રક્રિયામાં વ્યવહાર નય મુખ્ય છે અને અનુભવની પ્રક્રિયામાં નિશ્ચય નય મુખ્ય છે. નિશ્ચય અને વ્યવહારની આવી અદ્ભૂત સંધિ છે.
૧. સ્વઆશ્રિત નિશ્ચય અને પરાશ્રિત વ્યવહાર તે એક જ સિદ્ધાંત છે. શુભ ભાવ તે ધર્મ નથી. ધર્મનું કારણ પણ નથી.
૨. જેમ લની કળી શક્તિરૂપે છે તેમાંથી ફૂલ ખીલે છે તેમ ભગવાન આત્મા અનંત ગુણ પાંખડીએ એક જ્ઞાયક ભાવપણે અંદર બિરાજમાન છે. દૃષ્ટિ એનો સ્વીકાર કરીને જ્યાં અંતર્મગ્ન થાય છે ત્યાં પર્યાયમાં જ્ઞાયક ભાવ