________________
.
૧૬૪
૧૬૪ નિશ્ચયનો અર્થ: નિશ્ચય, સત્યાર્થ, પરમાર્થ, ભૂતાર્થ, યથાર્થ. ૧. નિશ્ચય = યથાર્થ. ૨. નિશ્ચય શુદ્ધ નય છે-ભૂતાર્થ છે કારણ કે તે જે વસ્તુનું સ્વરૂપ છે તેવું
નિરુપણ કરે છે. ૩. એક જ દ્રવ્યના ભાવને તે જ સ્વરૂપે નિરુપણ કરવો તે નિશ્ચય નય છે. ૪. શુદ્ધ આત્માનો અનુભવ તે સાચો મોક્ષમાર્ગ છે, તેથી તેને નિશ્ચય કહ્યો
છે; “શુદ્ધ શબ્દનો અર્થ સ્વભાવથી અભિન્ન પરભાવથી ભિન્ન એવો થાય
૫. જે દ્રવ્યની પરિણતિ હોય તેને તેની જ પ્રરૂપણ કરીએ તે નિશ્ચય નય. ૬. નિશ્ચય નય વડે જે નિરૂપણ કર્યું હોય તેને સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન
અંગીકાર કરવું. ૭. નિશ્ચય નય યથાવત્ નિરૂપણ કરે છે અને કોઈને કોઈમાં ભેળવતો નથી. ૮. નિશ્ચય નયનું વ્યાખ્યાન તે સત્યાર્થ એમ જ છે એમ જાણવું. ૯. નિશ્ચય નય સત્યભૂત માની “વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવું. ૧૦. વસ્તુને યથાવત્ પ્રરૂપણ કરે તેનું નામ નિશ્ચય છે. ૧૧. સ્વભાવથી ઉત્પન્ન જે અનંત જ્ઞાનાદિ ગુણ છે તેનું આધારભૂત નિજ
પરમાત્મા દ્રવ્ય જે ઉપાદેય છે તે નિશ્ચય નય છે. ૧૨. આત્માશ્રિત નિશ્ચય નય છે. નિશ્ચય-લોકોત્તર છે. વ્યવહારના અર્થ : ૧. વ્યવહાર એટલે ઉપચાર. ૨. વ્યવહારનય સત્ય સ્વરૂપને નિરૂપતો નથી, પણ કોઈ અપેક્ષાએ ઉપચારથી
અન્યથા નિરૂપે છે. ૩. દ્રવ્યના ભાવને ઉપચારથી અન્ય દ્રવ્યના ભાવરૂપ નિરૂપણ કરવો તે
વ્યવહાર નય છે. ૪. વ્રત-તપાદિકાંઈ મોક્ષમાર્ગનથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચારથી
તેને વ્યવહાર કહ્યો છે. ૫. એક દ્રવ્યની પરિણતિને અન્ય દ્રવ્યની પ્રરૂપીએ તે વ્યવહાર નય.