________________
૧૬૩
એટલે શક્તિ અને પર્યાય કહેતાં અવસ્થા. આ ત્રણ થઈને સનું પૂર્ણરૂપ છે. એ ત્રણ થઈને એક સત્તાની અપેક્ષાએ બીજા પર પદાર્થોને અસત્ કહેવામાં આવે છે. બીજા પદાર્થોને અસત્ કહી વ્યવહાર કહ્યો છે.
૨. હવે અહીં એમ કહે છે કે દ્રવ્ય અનંત ગુણોથી અભેદ એક વસ્તુ છે, એવું પર્યાય વિનાનું ત્રિકાળી ધ્રુવ અખંડ એક અભેદ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ તે સત્ છે અને તેની અપેક્ષાએ એક સમયની પર્યાય તે અસત્ છે.
૩. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવ ભાવ કહીએ તેને મુખ્ય કરીને નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું ? કે ત્રિકાળ સત્યાર્થ વસ્તુના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને બીજી કોઈ રીતે પ્રગટ થતું નથી.
૪. અનાદિ કાળથી જીવને મિથ્યા ભાવના કારણે રાગનું વેદન અને રાગનો સ્વાદ હતો. તેને કોઈ પ્રકારે દૃષ્ટિનો વિષય જે પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનું ભાન થતાં, એનો પ્રત્યક્ષ અનુભવ થતાં સમ્યગ્દર્શન સહિત અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ તો નિશ્ચય થયો. આવા સાધક આત્માને પૂર્ણ શુદ્ધતારૂપ પરમાત્મ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પર્યાયમાં ક્રમશ: શુદ્ધિ વધે છે, અશુદ્ધિ ઘટે છે. એવું કાંઈ રહે છે તેનું જ્ઞાન કરાવે છે. એવા મધ્યમ ભાવને અનુભવતા સાધકને શુદ્ધતાની સાથે (નિશ્ચયની સાથે) અણુવ્રત, મહાવ્રત આદિના વિકલ્પો પણ છે તે જાણેલા પ્રયોજવાન છે.
૫. પર્યાયગત શુદ્ધતા-અશુદ્ધતા છે એ વ્યવહાર છે, એને જાણવું કે આટલું છે એનું નામ વ્યવહાર જાણેલો પ્રયોજવાન છે, આદરેલો પ્રયોજવાન છે એમ નથી. આદરેલો પ્રયોજવાન તો એકમાત્ર ત્રિકાળી શુદ્ધ નિશ્ચય નય જ છે. અને રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજવાન છે. નિશ્ચય અને વ્યવહારના અર્થ ઃ
વ્યવહાર વગર-વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી, કારણ કે નિશ્ચય નયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે, તેથી શ્રી ગુરુ અનેક પ્રકારે ભેદ કરી વ્યવહાર દ્વારા પરમાર્થને સમજાવે છે. વ્યવહાર પરમાર્થ સમજવા માટે છે. શુદ્ધ નય ભૂતાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્મામાં જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી.