________________
૧૬૨ અને નિશ્ચય-એ બંને નયોને ન છોડો, કારણ કે વ્યવહાર નય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચય નય વિના તત્વ
(વસ્તુ)નો નાશ થઈ જશે.. સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી કેવો વ્યવહાર હોય? ૧. પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને જ્ઞાની પુરુષના ધર્મોપદેશનું શ્રવણ,
નિરંતર તેમનો સમાગમ, સશાસ્ત્રોનો અભ્યાસ, વાંચન-મનન, દેવદર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભ ભાવો હોય છે, પરંતુ પહેલા ગુણસ્થાને સાચાં વ્રત-તપ વગેરે હોતા નથી. સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વિના કોઈ પણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખાન વગેરે કિયાઓ હોય નહિ કેમ કે તે ક્રિયાઓ
પ્રથમ પાંચમા ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે. ૩. સમ્યગ્દર્શન માટે...
૧. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ સમજી શ્રદ્ધાન કરવું. ૨. જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું.
૩. સ્વ-પરનું ભેદજ્ઞાન કરી સ્વ સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન કરવું. ૪. સમ્યગ્દર્શનની વિધિનો ક્રમ આ પ્રમાણે છે.
૧. સત્સંગ ૨. સ્વાધ્યાય ૩. ગુણ જિજ્ઞાસા
૪. પ્રભુભક્તિ ૫. આત્મવિચાર ૬. આત્મસાક્ષાત્કાર. ૫. પ્રથમ ત્રણ ભૂલ સુધારવી....!
(૧) ગચ્છ, મત, સંપ્રદાયની ભાવનાથી પર જવું. (૨) શુભરાગથી-પુણ્યથી ધર્મમાનવું એ મિથ્યાત્વછે. શુભવ્યવહાર કરતાં કરતાં ક્રમે ક્રમે ધર્મ થશે એમ માનવું એ પણ મિથ્યાત્વ છે. (૩) અભિપ્રાયની ભૂલ પ્રથમ સુધારવાની છે. (૪) હું શાનો સ્વભાવી ભગવાન આત્મા છું' એ લક્ષમાં રાખી, શ્રદ્ધાન
રાખી સર્વ પ્રવૃત્તિ કરવી. સાર: ૧. નિશ્ચય નય સત્યાર્થ છે. આ આત્મા જે વસ્તુ છે તે દ્રવ્ય-ગુણ-પર્યાય
એમ ત્રણે મળીને આખું સત્ છે. તેમાં અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય, ગુણ