________________
૧૬૫
૬. વ્યવહાર નય વડે જે નિર્ણય કર્યો હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન
છોડવું.
૭. સ્વ દ્રવ્ય-પર દ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈને કોઈમાં મેળવી વ્યવહાર નય નિરૂપણ કરે છે.
૮. વ્યવહારની મુખ્યતાના વ્યાખ્યાનને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે' એમ જાણવું તે વ્યવહાર નય.
૯. વ્યવહારને ઉપચાર માત્ર માની તે દ્વારા વસ્તુનો બરાબર નિર્ણય કરવો પણ નિશ્ચયની માફક વ્યવહારને પણ સત્યાર્થ માની ‘વસ્તુ આમ જ છે’ એવું શ્રદ્ધાન કરે તો તે અકાર્યકારી છે.
૧૦. વ્યવહાર અવલંબી જીવ એમ માને છે કે યથા યોગ્ય વ્રતાદિ ક્રિયા કરવી યોગ્ય છે; પરંતુ તેમાં મમત્વ ન કરવું.’ જેનો પોતે કર્તા થાય તેમાં મમત્વ કેવી રીતે ન કરે ? જો પોતે કર્તા નથી તો મારે કરવી યોગ્ય છે’ એવો ભાવ કેવી રીતે કર્યો ?
ન
૧૧. ઇન્દ્રિયોના સુખાદિ પર દ્રવ્યો હેય છે એ વ્યવહાર નય છે. ૧૨. પરાશ્રિત-વ્યવહાર નય. વ્યવહાર લૌકિક છે.
‘નય’ તે શ્રુતજ્ઞાનનો અંશ છે, સમ્યગ્દષ્ટિને શ્રુતજ્ઞાન હોય છે. (મિથ્યાદષ્ટિને કુશ્રુત છે) તેથી નય પણ સમ્યગ્દષ્ટિને જ હોય છે.
નિશ્ચય અને વ્યવહાર નય બંને સાથે જ હોય છે.
મૂઢ જીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે. આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે, તે બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતર્દષ્ટિ ગ્રાહ્ય છે તે ક્રિયાને મૂઢ જીવ જાણે નિહ; અંતર્દષ્ટના અભાવથી અંતર ક્રિયા દષ્ટિ ગોચર આવે નહિ, તેથી મિથ્યાદષ્ટિ મોક્ષમાર્ગ સાધવા અસમર્થ છે.
શુદ્ધ નય ઃ શુદ્ધ નય અથવા શુદ્ધ નયના વિષયભૂત ભગવાન આત્માના આશ્રયથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે, તેથી એક માત્ર તે જ ઉપાદેય છે.
હવે એ પ્રશ્ન ફરી ઉપસ્થિત થાય છે કે જ્યારે શુદ્ધ નયના આશ્રયથી જ સમ્યગ્દર્શન થાય છે, વ્યવહારના આશ્રયથી નહિ તેથી વ્યવહાર નય અનુસરણ