________________
૧૫૪
ધોકળામાં પોલાણ હોય છે, પરંતુ આનંદનો નાથ પ્રભુ આત્મા તો એકલો વિજ્ઞાનઘન છે. એમાં કોઈ પરનો પ્રવેશ શક્ય નથી.
એવા અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો અભેદ એકપણે પરિણમતો આ આત્મા આસવોથી નિવર્તે છે.
પર્યાય જ્યાં દ્રવ્ય સન્મુખ ઢળી એટલે તે દ્રવ્યથી અભેદ થઈ. ખરેખર તો પર્યાય પર્યાયમાં તન્મય છે, દ્રવ્યમાં નહિ. તન્મય એટલે પર્યાય દ્વવ્યાભિમુખ થઈ, દ્રવ્ય પ્રતિ ઢળી છે એમ અર્થ છે. વિજ્ઞાનઘન થયો એટલે શું? જ્ઞાનની પર્યાય જે અસ્થિર બહિર્મુખ હતી તે દ્રવ્યમાં અંતર્મુખ વળીને સ્થિર થઈ તેને વિજ્ઞાનઘન થયો કહેવામાં આવે છે.
જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસવોથી નિવૃત્ત થતો જાય છે. આ પર્યાયની વાત છે હોં! વસ્તુ ત્રિકાળી વિજ્ઞાનઘન સ્વભાવ છે તેમાં એકાગ્ર થતાં તે પર્યાયમાં વિજ્ઞાનઘન થયો થકો આસવોથી નિવૃત્ત થાય છે. આસ્રવોથી નિવર્તવાનો આ જ માર્ગ છે. કહ્યું છે ને કે -
એક હોય ત્રાણ કાળમાં પરમારથનો પંથ' - આત્મ સિદ્ધિ - વીતરાગનો માર્ગ રાગની મંદતા વડે પમાય એમ નથી. ચૈતન્ય સ્વરૂપ ધ્રુવ વસ્તુમાં એકાગ્ર થયો થકો અને તેને અનુભવતો થકો આ આત્મા આસવોથી નિવર્તે છે. શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના અવલંબને જેને વિજ્ઞાનઘન પર્યાય પ્રગટ થઈ તેને પૂર્ણ વિજ્ઞાનઘન-કેવળજ્ઞાન થશે જ. પ્ર. : દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને વ્યવહાર ચારિત્રની આચરણની ક્રિયા એ બધા સાધન ઉપાય છે કે નહિ? ઉ. બીલકુલ નહિ. ભાઈ! એ રાગની ક્રિયાઓ તો બધી આસ્રવ છે. તેનો તો ક્ષય કરવાનો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બધા આસવો છે. પ્રથમમાં પ્રથમ મિથ્યાત્વનો નાશ કરવાનો છે. જેનો (રાગનો) ક્ષય કરવાનો છે તે મોક્ષમાર્ગમાં સાધન થાય એમ કદીય બને નહિ. પ્રભુ! આમ ને આમ ખોટી માન્યતામાં જીંદગી ચાલી જશે. આ અમૂલ્ય મનુષ્ય ભવ વેડફાઈ જશે. અને બે હજાર સાગરોપમનો જે સમય મળ્યો છે તે પૂર્ણ થતાં છેવટે ડૂબકી સંસારમાં ઊડે મારશે ત્યાં નિગોદમાં જઈ અટકશે. ત્યાં તને ભારે દુ:ખ થશે.
તેનાથી છૂટવાનો તો આ એક માર્ગ છે. ભાઈ ! વસ્તુ જે જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ છે તેમાં એકાગ્રતા કરી, તલ્લીન થઈ સ્વરૂપને અનુભવવું આ એક જ