________________
૧૫૩
થાય છે. અને ત્યારે તે જગતનો સાક્ષી, પુરાણ પુરુષ થઈ જ્ઞાતા-દષ્ટપણે પ્રકાશમાન થાય છે. રાગાદિ ભાવ હો ભલે, પણ તેનો તે માત્ર જાણનારોદેખનારો સાક્ષી થાય છે, કર્તા નહિ. પુણ્ય-પાપના જે કૃત્રિમ વિકારી ભાવ તેના કર્તા થવું તે તો કલેશ છે, દુઃખ છે અને દુ:ખ ફળ છે. ત્યાંથી દષ્ટિ ફેરવી લઈને ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાં જ્યાં દષ્ટિ સ્થાયી અને જ્ઞાતાભાવે પરિણમ્યો ત્યાં તરત જ આનંદનો સ્વાદ આવે છે અને જે રાગ રહે છે તેનો તે માત્ર સાક્ષી જ રહે છે. આવો છે ભેદજ્ઞાનનો મહિમા ! - આ પચ્ચખાણ કરો, સામાયિક કરો, પોસા કરો, પ્રતિક્રમણ કરો, આ ત્યાગ કરો, તે કરો ઇત્યાદિ કરો તો ધર્મ થાય, સંવર થાય એમ લોકો માને છે પણ તે બરાબર નથી.
આસવ અને આત્માને ભિન્ન જાણ્યા નથી ત્યાં સંવર કેવો? જેનોવીતરાગ વિજ્ઞાન સ્વભાવ છે એવા આત્મામાં ઢળ્યા વિના આસવથી નિવૃત્તિ થાય નહિ અને ત્યાં સુધી સંવર પ્રગટ થાય નહિ.
પુણ્ય-પાપના વિષમ ભાવથી ભેદજ્ઞાન થયા વિના સમતા જેનું મૂળ છે એવી સામાયિક કેમ થાય? ન થાય. મન, વચન, કાયાની સરળતારૂપ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય પણ ધર્મ ન થાય. શુભ ભાવો દુ:ખરૂપ છે અને દુખ ફળરૂપ છે, પણ ધર્મ નથી. ધર્મ તો સ્વનો આશ્રય લઈને એમાં જ કરે તો પ્રગટ થાય છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે ત્યાં થાય શું?
સ્વાનુભવ એ મૂળ વસ્તુ છે. વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી, મતિશ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને સ્વદ્રવ્યમાં પરિણામને એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન અને સ્વાનુભવ થાય છે. આવો અનુભવ કરે ત્યારે જ મોહની ગાંઠ તૂટે છે ને ત્યારે જ જીવ ભગવાનના માર્ગમાં આવે છે. સ્વાનુભૂતિ કરનારો ભાવ, જેનો સ્વાનુભવ કરનારો છે એના જેવો શુદ્ધ થાય-એક જાતના થઈને બંને તદ્રુપ થાય તો જ સ્વાનુભૂતિ થઈ શકે.
શુદ્ધાત્માની વીતરાગી અનુભૂતિ રાગભાવ વડે થઈ શકે નહિ. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ રાગરૂપ ન હોય. શુદ્ધાત્માની અનુભૂતિ કરનારો ભાવ શુદ્ધાત્માની જાતનો વીતરાગી હોય રાગ ભાવમાં વીતરાગ ભાવની અનુભૂતિ ન હોય.
અભેદ, અચલિત, નિર્મળ ભગવાન આત્મા વિજ્ઞાનઘન છે. રૂ ના