________________
૧પપ
દુ:ખના ક્ષયનો ઉપાય છે.
સ્વરૂપથી જે વિરુદ્ધ ભાવી છે તે કોધાદિ છે. ચાહે તો પુણ્યરૂપ શુભ ભાવ હોય તો પણ તે ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ છે માટે ક્રોધાદિ છે. આ ક્રોધાદિ આસવો સ્વરૂપના લક્ષે તેના અનુભવથી ક્ષય પામે છે. મિથ્યાત્વરૂપી આસવ ક્ષય થવાનો આ એક જ ઉપાય છે, અને તે ધર્મ છે. ભાઈ ! રાગથી છુટું પડવું તે ધર્મ છે. ત્યાં રાગ (ધર્મનું) સાધન થાય એમ કેમ બની શકે. ન જ બની શકે. - રાગના જે ચંચળ કલ્લોલો અનુભવતો હતો, તેનો નિરોધ કરીને જ્યાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય વિજ્ઞાનઘન સ્વભાવમય વસ્તુમાં નિમગ્ન થયો, ત્યાં આસ્રવો ક્ષય પામે છે અને સ્વરૂપના આનંદનો આસ્વાદ પ્રાપ્ત થાય છે.
ભગવાન આત્મા નિરાકુળ આનંદ સ્વરૂપ પરમાત્મા છે. તેમાં દષ્ટિ એકાકાર કરતાં તે આસવોથી-દુ:ખથી નિવર્તે છે. અહા! કોઈ પ્રતિકૂળ સંજોગો દુ:ખરૂપ નથી પણ પુણ્ય-પાપના ભાવ તે દુ:ખરૂપ છે, આકુળતામય છે. તેને મટાડવા ચાહે છે તો કહે છે કે જ્યાં નિરાકુળ આનંદસ્વરૂપચૈતન્ય પ્રભુ બિરાજે છે ત્યાં જા ને, એમાં લીન થા ને, એનો અનુભવ કર ને !
તેથી તું દુઃખથી નિવૃત્ત થઈશ.કઠણ લાગે તો પણ માર્ગ તો આ જ છે. ભાઈ! બીજો રસ્તો લેવા જઈશ તો ભવ ચાલ્યો જશે અને ચોરાસીના અવતાર ઊભા રહેશે.
- વ્યવહાર સાધક છે અને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થશે એમ કોઈ કહે તો તે મિથ્યા છે. વળી નિશ્ચય સમ્યગ્દર્શન શું છે એની ખબર ન પડે એમ કોઈ કહે તો એ પણ મિથ્યા છે. નિજ શુદ્ધ આત્માનો અનુભવ થતાં જે નિરાકુળ આનંદનો સ્વાદ આવે એવી ખબર ન પડે એવું ન હોય. પ્રભુ! તું પરમાત્મ સ્વરૂપ છો. સ્વભાવથી સામર્થ્યરૂપે પોતે પરમાત્મા છે. તેનો નિર્ણય કરીને એમાં ઢળતાં જે અનુભવ થાય એમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે અને ત્યારે આસવથી-દુખથી નિવર્તે છે, આવી વાત છે.
'
રી.