________________
૧૪૬
ભાવોથી હું પરનો કર્તા બનું છું - આ મિથ્યા કલ્પના છે. એવી કોઈ વ્યવસ્થા નથી હું પરના પરિણમનમાં દખલગીરી કરી શકું. ભોકતૃત્વ બુદ્ધિઃ હું પર દ્રવ્યોને સ્પર્શી પણ શકતો નથી પછી ભોગવવાનો
પ્રશ્ન જ ક્યાં છે? હું માત્ર મારા પર દ્રવ્ય પ્રત્યેના રાગને જ ભોગવું છું. ૫. શેયત્વબુદ્ધિઃ હું મને જાણ્યા વગર પર દ્રવ્યોને જાણી શકું છું અથવા જાણું
છું એવો વિકલ્પ, એવી મિથ્યા બુદ્ધિ પ્રવર્તી રહી છે. હું પર દ્રવ્યો પ્રત્યેના થતાં રાગાદિભાવોને જાણું છું. જ્યારે પોતાને જાણે છે, પોતાની પર્યાયને
જાણે છે ત્યારે પર જણાઈ જાય છે. આ રીતે આ પાંચ બુદ્ધિઓનો નાશ એક રાગાદિ બુદ્ધિ - પરમાં સુખ બુદ્ધિ - છે. તેનો નાશ થતાં સાથે જ થાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે.