Book Title: Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 182
________________ ૧૪૯ શુદ્ધોપયોગની શરૂઆત થઈ ગઈ હતી. પણ તે ઉપયોગ સંપૂર્ણપણે સ્વ દ્રવ્યના અવલંબનમાં ટકતો ન હતો પણ પરમાં અટકતો હતો. હવે એકલા સ્વ દ્રવ્યના અવલંબન વડે ઉપયોગને પરમાંથી ખસેડીને સ્વભાવમાં લીન કર્યો, એ શુદ્ધોપયોગના સામર્થ્યથી આત્મા પોતે કેવળજ્ઞાન રૂપે થઈ ગયો અને ઘાતિ કર્મો નાશ પામ્યાં. સમ્યગ્દર્શન પણ શુદ્ધોપયોગથી જ પ્રગટે છે. કેવળજ્ઞાન પણ શુદ્ધોપયોગથી જ પ્રગટે છે. ખરેખર શુદ્ધોપયોગ પ્રગટ કરવો એ જ જીવનો પુરુષાર્થ છે, એટલે કે અવસ્થાને સ્વદ્રવ્યના અવલંબનમાં ટકાવવી એ જ પુરુષાર્થ છે. જડકનો નાશ કરવાનો જીવનો પુરુષાર્થ નથી, કેમ કે જે વિકાર ભાવ છે તે સ્વયમેવ નાશ પામે છે. પોતે જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય પ્રગટ કર્યું - અર્થાત્ સ્વભાવના અવલંબનમાં પોતે ટક્યો ત્યારે જે અશુદ્ધતાનો નાશ ક્ય અને તે વખતે ઘાતિક પણ પોતાની મેળે નાશ પામી ગયા. જ્યારે શુદ્ધોપયોગનું સામર્થ્ય ન હતું ત્યારે અશુદ્ધતા હતી અને ઘાતિ કર્મો નિમિત્ત તરીકે હતા. અને જ્યારે શુદ્ધોપયોગના સામર્થ્યથી સ્વ દ્રવ્યમાં લીનતા કરી ત્યારે અશુદ્ધતાની ઉત્પત્તિ જ ન થઈ અને તે અશુદ્ધતાના નિમિત્તરૂપ ઘાતિ કર્મો પણ ટળી ગયા. આ રીતે ઉપાદાન-નિમિત્તની સંધિપૂર્વક કથન છે. જુઓ ! આ સ્વભાવ સાથે સંબંધ જોડવાની અને પર સાથેના સંબંધ તોડવાની રીત, એટલે કે ધર્મની રીત ! જેવો પોતાનો સ્વભાવ છે તેવો જાણીને શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારવો તે જ દર્શન અને શાનનું આચરણ છે, અને પછી તે જ સ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા કરવી તે ચારિત્રનું આચરણ છે. આ આચરણથી જ ધર્મ થાય છે. બીજા કોઈ ધર્મના આચરણ નથી. મારો સ્વભાવ પરથી જુદો છે અને ઇન્દ્રિય વગર જ મારા જ્ઞાનને સુખ થાય છે - આમ નક્કી કર્યું ત્યાં સ્વભાવ તરફ વળવાનું જ આચરણ રહ્યું અને વિકારથી પાછો ફર્યો. ખરેખર પોતાના જે જ્ઞાનમાં કેવળી ભગવાનની અને અતીન્દ્રિય સ્વભાવની ઓળખાણ અને પ્રતીતિ થઈ તે જ્ઞાનનો મહિમા છે. પૂર્ણ નિર્વિકાર જ્ઞાન સ્વભાવ જ હું છું એવી સમ્યક પ્રતીતિ થાય અને એ પ્રતીતિ સહિત અનુભવ થતાં આત્મા તરફની જાગૃતિનો શુદ્ધોપયોગ થાય છે. મારાથી આન થાય એમ માનવું નહિ, બધા આત્માથી આ થઈ શકે છે, આ જ

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228