________________
૧૪૪
૨૪. પુદ્ગલ પરિણામનું જ્ઞાન એટલે જે કાળે જે પ્રકારના રાગાદિ પરિણામ થાય તે કાળે, તેનું જ્ઞાન થવાથી, પોતાની લાયકાત હોવાથી, તે રાગાદિને જાણે છે. રાગાદિ થયા છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. પણ જે તે કાળે સ્વ-પરને જાણવાની દશા પોતાને પોતાથી થઈ છે. એ જ્ઞાનના પરિણામ જીવનું પોતાનું પરિણામ છે અને જીવતેનોસ્વતંત્રપણે કર્તા છે. ૨૫. જેની નજર સ્વભાવ ઉપર ગઈ છે, જેની નજરમાં નિજ ચૈતન્ય ભગવાન તરવરે છે અને જે રાગ થાય તેનું તેને જ્ઞાન થાય, એ જ્ઞાનનો તે કર્તા છે, રાગનો નહિ. જ્ઞાનપરિણામનો આત્મા કર્તા છે અને જ્ઞાનપરિણામ આત્માનું કર્મ છે.
૨૬. પોતાનું કાર્ય પોતાથી થાય. રાગ પર છે. તે રાગનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન આત્માનું કાર્ય છે, આત્મા તે જ્ઞાનનો કર્તા છે. રાગનું જ્ઞાન થાય છે તથાપિ જ્ઞાનમાં રાગનો અભાવ છે. રાગનો કર્તા જે પોતાનો માને છે તે અજ્ઞાની વિકાર ભાવની ચક્કીમાં પડ્યો છે. તે દુ:ખથી પીલાય છે, અતિશય પીડાય છે. વસ્તુસ્થિતિ જ આવી છે.
૨૭. કુંભાર અને ઘટની જેમ આત્મા અને પુદ્ગલ પરિણામને (રાગાદિને) કર્તા-કર્મપણાનો અભાવ છે. તેથી સ્વભાવના અવલંબને પરિણમેલો છે જે જીવ તે પુદ્ગલ પરિણામના (રાગાદિના) જ્ઞાનને આત્માના કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે અને તે કર્મ-નોકર્મથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે.
૨૮. જ્ઞાતા-દષ્ટાના ભાવને કાર્યપણે કરતો તે પોતાના આત્માને જાણે છે, રાગને જાણે છે એમ ન કહ્યું. રાગ સંબંધીનું તે કાળે પોતામાં પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાનને તે (સાક્ષીપણે) જાણે છે. આવી વાત છે.
૨૯. પોતાના સામર્થ્યથી થયેલું જે જ્ઞાન તે જ્ઞાન પોતાના સ્વરૂપમાં તન્મય રહી સાક્ષી ભાવે રહે છે. બધાનો જાણનાર માત્ર સાક્ષી ભાવ રહે છે. ૩૦. ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે. તે સર્વ શક્તિઓ અત્યંત નિર્મળ છે. વિકાર પરિણતિ તે જીવની શક્તિની પર્યાય જ નથી. દ્રવ્ય શુદ્ધ, શક્તિ શુદ્ધ અને તેની દૃષ્ટિ થતાં જે પરિણમન થયું તે પણ શુદ્ધ જ હોય એમ વાત લીધી છે. અનંત શક્તિઓનો પિંડ પ્રભુ ચિન્માત્ર નિજ