________________
૧૪૫
આત્માને જાણે છે તે રાગાદિથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો
જ્ઞાની છે. પર દ્રવ્યોમાં જીવની સુખબુદ્ધિઃ જીવને સૌથી મોટી ભ્રમણા સુખ સંબંધી છે. તે હંમેશા એમ જ માને છે કે મારું સુખ પર દ્રવ્યોમાં છે. આ એની પર પદાર્થોમાં સુખબુદ્ધિ એ જ મહા મિથ્યાત્વ (ખોટી માન્યાતા) છે. દુઃખનું કારણ છે. એ પરમાં જે સુખબુદ્ધિ છે એ પર સાથેના રાગાદિરૂપે જણાય છે. અને રાગાદિરૂપે પરિણમતો જીવ અજ્ઞાની છેમિથ્યાદષ્ટિ છે. પોતે અનંત સુખનો ધામ છે, અનંત ગુણ, અનંત સુખ પોતાનો સ્વભાવ છે એ જાણતો નથી, એ માનતો નથી. હવે એ “સુખબુદ્ધિ નીચે પ્રમાણેની પાંચ બુદ્ધિઓમાં દેખાય છે. ૧. એકત્વ બુદ્ધિ (પર દ્રવ્યો અને હું એક એવી મિથ્થાબુદ્ધિ). ૨. મમત્વ બુદ્ધિ (પર દ્રવ્યો મારા એવી મિથ્થાબુદ્ધિ) ૩. કર્તુત્વ બુદ્ધિ (પર દ્રવ્યોનો-રાગાદિનો હુંક એવી કર્તા બુદ્ધિ). ૪. ભોકર્તુત્વ બુદ્ધિ (પર દ્રવ્યોનું હું ભોક્તા એવી ભોક્તા બુદ્ધિ) ૫. શેયત્વ બુદ્ધિ (પર દ્રવ્યોને હું જાણું છું એવા વિકલ્પ તે મિથ્યા જ્ઞાનબુદ્ધિ)
હવે જરાક સૂક્ષ્મતાથી જોઈએ તો આ પાંચેય બુદ્ધિમાં જ્ઞાન સાથે મિશ્રિત રાગ જ જણાય છે. અને એ રાગની રુચિ જ અભિપ્રાયમાં છે. એ રાગની રુચિ જતાં જ આ પાંચેય બુદ્ધિ એક સાથે નાશ પામી, મિથ્યાત્વનો નાશ થાય છે. અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ૧. એકવ બુદ્ધિઃ હું તો સદાય એક છું, સર્વથા સર્વથી ભિન્ન છું. પર સાથે
જોડાઈ શકે એવી વસ્તુ વ્યવસ્થા નથી. તો પણ રાગાદિ ભાવથી પર સાથે
એકત્વ કરું છું. ૨. મમત્વ બુદ્ધિઃ હું સ્વભાવથી નિર્મમ છું. એક પણ પુદ્ગલ પરમાણુ મારું
નથી. હું તેનો સ્વામી થઈ પરિણમતો નથી. છતાં મિથ્યા માન્યતામાં રાગાદિ ભાવે હું પર પદાર્થોનો સ્વામી થાઉં છું - બધા જ દ્રવ્ય સ્વતંત્ર
અને સ્વાધીન હોવા છતાં હું તેમને પરતંત્ર બનાવી મમતા કરું છું. ૩. કર્તુત્વબુદ્ધિઃ બધા જ દ્રવ્યો નિયમિત વ્યવસ્થા પ્રમાણે કમબદ્ધ પરિણમી
રહ્યા છે અને કોઈ દ્રવ્ય પરનો કર્તા થઈ શકે એમ નથી. છતાં રાગાદિ