________________
૧૨૨
-
સ્વરૂપનું જ્ઞાન નથી માટે પોતાના અજ્ઞાન વડે આસવો ઉત્પન્ન થાય છે. હવે પર દ્રવ્યોનું લક્ષ છોડી સ્વરૂપ ભણી ઢળતાં નિજચૈતન્ય સ્વરૂપને અનુભવતો હું જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું. જ્ઞાન-દર્શન સ્વરૂપ પરિપૂર્ણ એક શુદ્ધ વસ્તુ જે આત્મા તેનો અનુભવ કરતાં આસવોથી હું નિવચ્છું છું. પહેલાં પરમાર્થ વસ્તુ સ્વરૂપ કહ્યું છે.
હવે પર્યાયમાં પર દ્રવ્યના નિમિત્તથી રાગ થયો તે કહે છે. તે સર્વના નિરોધ વડે ચૈતન્ય સ્વરૂપને અનુભવતો તે આસવોનો ક્ષય કરું છું. આસવોનો નિરોધ સંવર છે. મિથ્યાત્વને છોડવાની આ જ રીત છે.