________________
૧૩૨
સહજ ચારિત્ર, સહજ સુખ અને સહજ પરમ ચિન્શક્તિરૂપ નિજ કારણ સમયસારના સ્વરૂપોને યુગપ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે.
સહજ જ્ઞાન, શુદ્ધ અંત:તત્વરૂપ પરમ તત્ત્વમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. (સ્વભાવે પ્રત્યક્ષ છે)કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ (સંપૂર્ણ પ્રત્યક્ષ) છે. કેવળજ્ઞાનઃ જે સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપ (એક સાથે) પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન છે.
આ બધા જ્ઞાનોમાં સાક્ષાત્ મોક્ષનું મૂળ નિજ પરમ તત્ત્વમાં સ્થિત એવું એક સહજ જ્ઞાન જ છે. તેમ જ સહજ જ્ઞાન (તેના) પારિણાર્મિક ભાવરૂપ સ્વભાવને લીધે ભવ્યનો પરમ સ્વભાવ હોવાથી, સહજ જ્ઞાન સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. સાર આત્મા એ ત્રિકાળી ચેતન દ્રવ્ય છે. ચૈતન્ય એ ચેતનનો (ચેતન દ્રવ્યનો) ગુણ છે. ચૈતન્ય અર્થાત જાણવું-દેખવું એ આત્માનો ત્રિકાળી ગુણ છે. ત્રિકાળી ચૈતન્યને અનુસરીને થતો પરિણામ તે તેનું વર્તમાન છે, ને તે ઉપયોગ છે.
આત્મા વસ્તુ છે, અસ્તિ છે, તેનો જે ચૈતન્ય-જાણવા-દેખવાનો ગુણશક્તિ છે તેને અનુસરીને કેવળજ્ઞાન થાય છે, કેમ કે કેવળજ્ઞાન પણ પર્યાય છે, પરિણામરૂપ ચૈતન્યનો ઉપયોગ છે.
અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે, તેમાં જાણવું-દેખવું એવું જે લક્ષણ છે એ એનો ઉપયોગ છે. સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે. આ જે સ્વભાવજ્ઞાન છે તેના બે પ્રકાર છે. (૧) કારણ સ્વભાવજ્ઞાન (૨) કાર્ય સ્વભાવજ્ઞાન.
આત્મા ત્રિકાળી અસ્તિ-સત્ છે, તેમ તેનો જ્ઞાન-દર્શનનો ભાવ પણ ત્રિકાળ સત્ છે, ને તેવી રીતે તેને અનુસરીને થતા જાણવા-દેખવાના પરિણામ પણ તેની પર્યાયરૂપે તેને પોતાને કારણે વર્તમાન-વર્તમાન સત્ છે.
ઉપયોગ ધર્મ નામ સ્વભાવ છે ને જીવ ધર્મી નામ સ્વભાવવાન છે. ઉપયોગ જીવનો સ્વભાવ છે. સારરૂપઃ ૧. આત્મા ત્રિકાળી વસ્તુ છે. ૨. જ્ઞાન-દર્શન તેના ત્રિકાળી ગુણ છે.