________________
૧૩૫
પુરુષોના જ્ઞાનની માફક મિથ્યાદષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાત્ મિથ્યા જ્ઞાન હોય છે. સમ્યજ્ઞાન આત્માના જ્ઞાન ગુણનો શુદ્ધ પર્યાય છે. સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય. (૧) મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા પોતાની શક્તિ અનુસાર) જે
જ્ઞાન થાય છે તે મતિજ્ઞાન છે. (૨) સુતજ્ઞાન: મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપથી જાણવો
તે શ્રુતજ્ઞાન છે. (૩) અવધિજ્ઞાન: જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના રૂપી પદાર્થોને દ્રવ્ય,
ક્ષેત્ર, કાળ, અને ભાવની મર્યાદા સહિત પ્રત્યક્ષ જાણે તે અવધિજ્ઞાન છે. (૪) મન:પર્યયજ્ઞાનઃ જે ઇન્દ્રિય કે મનના નિમિત્ત વિના જ અન્ય પુરુષોના
મનમાં સ્થિત રૂપી પદાર્થોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત
પ્રત્યક્ષ જાણે તે મન:પર્યયજ્ઞાન છે. સમ્યજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે. સ્વ = પોતાનું સ્વરૂપ, અર્થ = વિષય, વ્યવસાય = યથાર્થ નિશ્ચય.
જે જ્ઞાનમાં એ ત્રણ શરતો પૂરી પડતી હોય તે સમ્યજ્ઞાન છે, અર્થાત્ જો જ્ઞાનમાં વિષય પ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય અને તે પણ યથાર્થ હોય તો તે જ્ઞાન સમ્યજ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બંને પરમાર્થથી પરોક્ષ છે અને વ્યવહારથી પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન વિકલ પ્રત્યક્ષ (એકદેશ પ્રત્યક્ષ) છે.
મન:પર્યયજ્ઞાન પણ વિકલ પ્રત્યક્ષ છે. ૧૦. મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે.
(૧) ઉપલબ્ધિ (૨) ભાવના (૩) ઉપયોગ (૧) ઉપલબ્ધિ મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણ શક્તિ (પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે.
(૨) ભાવના જાગેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન તે ભાવના છે. . (૩) ઉપયોગ: ‘આ કાળું છે, આ પીળું છે' ઇત્યાદિરૂપે અર્થગ્રહણ વ્યાપાર
(પદાર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે.