________________
૧૩૪
કુમતિ એટલે શું? કે જે આત્માનું જ્ઞાન નથી, અર્થાત્ જેમાં આત્માનો સમ્યક આશ્રય નથી, પણ અવળાઈ-વિપરિતતા છે, ને માત્ર પરના લક્ષથી જે બુદ્ધિ ઉઘડી છે તે કુમતિ છે. જો કે તે છે પોતાનામાં ને પોતાથી, છતાં પણ તે કુમતિ છે. અજ્ઞાનીને ઘણું ધન પ્રાપ્ત કરવાની બુદ્ધિ હોય, અને હું બુદ્ધિમાન છું એમ એ માને તો તે બુદ્ધિ તો છે, પણ કુબુદ્ધિ છે; અને તે કુબુદ્ધિ પણ તેના જ્ઞાનને અનુસરીને અજ્ઞાનપણે થઈ છે. તેવી રીતે માત્ર બહારથી યાદશક્તિ બહુ હોય પણ તે કુમતિ કહેવાય છે, અને તે કુમતિનું જ્ઞાન ઘણું વાંચન અને ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો માટે પ્રગટ્યું છે એમ નથી. તે કુમતિ સાધારણ જ્ઞાન છે. જ્યારે કુશ્રુત તે તર્કજ્ઞાન છે. જેમાં વિપરીત-ઊંધા તર્ક સહિત જ્ઞાન હોય તે કુકૃત છે. તે કુશ્રુત પણ અંદરના જ્ઞાનને અનુસરીને થનારું છે. બહારના ઘણા ચોપડા ભણ્યો માટે તે થયું છે એમ નથી. આ બધી ડીગ્રી એમ.એ., એલ.એલ.બી. ઈત્યાદિ જ્ઞાન ભલે અજ્ઞાન છે, છતાં એ બધી જ્ઞાનની પર્યાય અંદરને કારણે ઊઘડે છે. તેવી રીતે ધંધામાં તર્ક ઉઠે તે કુશ્રુત છે પણ તે અંદર જ્ઞાન (શક્તિ) છે તેને અનુસરીને થાય છે.પરને લઈને થાય છે એમ નથી.
વળી અજ્ઞાનીને કોઈ એક વિશેષ વિકાસરૂપ વિભંગ જ્ઞાન થાય છે. આ - એવું જ્ઞાન છે કે અંદર સાત દ્વીપને સમુદ્રસાક્ષાખાય. આવું એક વિભંગાવધિકુઅવધિ જ્ઞાન થાય છે. અને તે પોતાના જ્ઞાનને અનુસરીને થાય છે, પરને લઈને નહિ. જુઓ, કેટલાક મિશ્રાદષ્ટિ હોવા છતાં તેઓને અંદરરાગની મંદતા ને એ જાતનો ક્ષયોપશમ-ઉઘાડ હોય છે કે જેથી તે અંદરમાં સાત દ્વિીપ અને સમુદ્રને પણ ભાળે છે. છતાં તે કુજ્ઞાન છે, સમ્યજ્ઞાન નથી, અને તે અંદર શક્તિ છે તેને અનુસરીને થાય છે, પરંતુ બહારમાં કર્મનો ક્ષયોપશમ થયો માટે વિભંગ જ્ઞાન થયું છે કે તેને અનુસરીને થયું છે એમ નથી.
અનાદિ મિથ્યાદષ્ટિને કુમતિ અને કુશ્રુત હોય છે અને તેને દેવ અને નારકીના ભાવમાં કુઅવધિ પણ હોય છે. જ્યાં જ્યાં મિથ્યાદર્શન હોય છે ત્યાં ત્યાં મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર અવિનાભાવીપણે હોય છે. મતિ અને શ્રુતજ્ઞાનમાં સંશય, વિપર્યય અને અનધ્યવસાય એત્રણ દોષો છે. અવધિજ્ઞાનમાં સંશય હોતો નથી, પણ અનધ્યવસાય અથવા વિપર્યય બે દોષો હોય છે, તેથી તેને કુઅવધિ અથવા વિભંગ કહે છે.
પોતાની ઇચ્છા દ્વારા જેમ તેમ ગ્રહણ કરવાને કારણે વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનું ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક) ન હોવાને કારણે પાગલ