________________
૧૩૧
આમ હોવાથી સહજ જ્ઞાનોપયોગને કારણસ્વભાવ જ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળ જ્ઞાનોપયોગને કાર્ય સ્વભાવ જ્ઞાનોપયોગ કહેવાય છે.
જ્ઞાન
સ્વભાવજ્ઞાન
વિભાવજ્ઞાન(અપૂર્ણ જ્ઞાન)
છે કારણ
કાર્ય
સ્વરૂપ પ્રત્યક્ષ કેવળજ્ઞાન (સકલ પ્રત્યક્ષ) ૫. કારણ સ્વભાવજ્ઞાન ઉપયોગ : આ ઉપયોગ નિરપેક્ષ છે. તે પ્રગટરૂપ નથી;
વર્તમાનમાં ધ્રુવપણે છે. તેમાં ઉત્પાદ-વ્યય નથી. આ ઉપયોગ બધા જીવોમાં વર્તે છે. આ ઉપયોગ અનાદિ-અનંત એકરૂપ છે. તેના આશ્રય કેવળજ્ઞાન પ્રગટવાનું કારણ છે. કારણસ્વભાવ જ્ઞાનઉપયોગ વર્તમાન-વર્તમાન છે પણ તેમાં પ્રગટરૂપ પરિણમન નથી. તેમાંથી જે કેવળજ્ઞાન વગેરે કાર્યરૂપ પર્યાય પ્રગટે છે તે તેનું સાપેક્ષ પરિણમન છે. કારણ સ્વભાવજ્ઞાન ઉપયોગનું સહજ આનંદ,સહજ જ્ઞાન વગેરેને જાણવાનું સામર્થ્ય છે અને આનંદદાતા છે કાર્ય સ્વભાવશાનઉપયોગઃ (કવળજ્ઞાન): કારણ સ્વભાવજ્ઞાનમાં એકાગ્રતાના જોરે જે કાર્ય પ્રગટે છે તે કાર્ય સ્વભાવજ્ઞાનઉપયોગ અર્થાત્ કેવળજ્ઞાન છે. આ સાદિ અનંત એકરૂપ છે, ઉત્પાદ-વ્યય સહિત છે.
(મહિમા કારણનો જ છે, કોણ ત્રિકાળ છે, કારણના જોરે કાર્ય નવું પ્રગટે છે, કાર્યનો દષ્ટિમાં મહિમા નથી, પણ કારણ જે ત્રિકાળ એકરૂપ પડ્યું છે તેનો મહિમા છે, ભોગવટો કારણનો નથી-કાર્યનો છે.) વિભાવ ઉપયોગ : અપૂર્ણ દશામાં ચૈતન્યનો વેપાર (પરિણામ)ને વિભાવ ઉપયોગ કહેવાય છે. સ્વભાવશાન જે(જ્ઞાન) કેવળ, ઈન્દ્રિયરહિત અને અસહાય છે તે સ્વભાવજ્ઞાન છે. જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી શુદ્ધ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઈન્દ્રિય અને દેશ-કાળાદિ) વ્યવધાન (વિન) રહિત છે, એક એક વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી અસહાય છે, તે કાર્ય સ્વભાવજ્ઞાન છે. કારણ જ્ઞાન પણ તેવું જ છે. શાથી? નિજ પરમાત્મામાં રહેલા સહજદર્શન,
સાઉત છે.