________________
૧૨૩
રાગ અને ચૈતન્ય ઉપયોગનું ભિન્નપાણું
૧. ભગવાન મહાવીરે કહેલા પરમ અહિંસા ધર્મને જાણવા માટે, અને તેનું પાલન
કરવા માટે, મુમુક્ષુ જીવે પ્રથમ તો ચૈતન્ય ઉપયોગ અને રાગ એ બંનેનું અત્યંત ભિન્નપણું જાણવું જોઈએ. ભિન્નપણું જાણે તો જરાગ વગરના શુદ્ધ ઉપયોગરૂપ
અહિંસા ધર્મને સાધી શકે. ૨. એવું ભિન્નપણું ક્યા પ્રકારે જાણવું?
સર્વજ્ઞ-જ્ઞાન વિષે સદા ઉપયોગ લક્ષણ જીવ છે;
તે કેમ પુદ્ગલ થઈ શકે કે, “મારું આ તું કહે અરે ?” શરીરથી અને રાગદિભાવોથી ભિન્ન, ચૈતન્યમય આત્મતત્વને જે જાણતો નથી અને જીવને રાગાદિ સંયુક્ત જ અનુભવે છે એવા પ્રતિબુદ્ધ-જિજ્ઞાસુને આચાર્યદવ સર્વજ્ઞ જ્ઞાનીની સાક્ષીથી અને પોતાના સ્વાનુભવથી પ્રતિબોધે છે
“હે ભાઈ! જે નિત્ય ઉપયોગ સ્વરૂપ છે તે જીવ છે. એમ સર્વજ્ઞ ભગવાન ના જ્ઞાનમાં આવ્યું છે, આગમમાં પણ ભગવાને સ્પષ્ટ પ્રકાર્યું છે, ને અનુભવમાં પણ જીવ સદા જ્ઞાન સ્વરૂપે જ અનુભવાય છે. પોતાનું ઉપયોગપણું છોડીને જીવ કદી પુદ્ગલરૂપ તો થઈ જતો નથી; જેમ અંધકારને અને પ્રકાશને એકપણું નથી પણ જુદાપણું જ છે, તેમ ચૈતન્ય પ્રકાશ વગરના એવા રાગાદિ ભાવોને અને ચેતને પ્રકાશરૂપ ઉપયોગને કદી એકપણું નથી પણ સદા જુદાપણું જ છે. આમ તારા ઉપયોગ લક્ષણ વડે તારા જીવને તું સમસ્ત જડથી ને રાગથી જુદો જાણ, ને ઉપયોગ સ્વરૂપે જ પોતાને અનુભવમાં લઈને હે જીવ! તું અત્યંત
પ્રસન્ન થા...! આનંદિત થા..” ૩. અરે! અત્યાર સુધી ઉપયોગ સ્વરૂપને ભૂલીને, રાગાદિરૂપે જ મેં મને માનીને
મારી હિંસા કરી ને તેથી ચાર ગતિમાં હૃદુઃખી થયો. પણ હવે સર્વજ્ઞ માર્ગી શ્રી ગુરુઓના પ્રતાપે મારા સ્વ તત્વનું મને ભાન થયું કે અહો! હું તો સદા ઉપયોગ સ્વરૂપ જ રહ્યો છું; મારું ઉપયોગ સ્વરૂપ હણાયું નથી.
આમ ઉપયોગ સ્વરૂપની અનુભૂતિ રાગાદિથી અત્યંત ભિન્ન હોવાથી તે પરમ અહિંસારૂપ છે. એટલે ઉપયોગ સ્વરૂપનો અનુભવ (શુદ્ધોપયોગ) તે જ પરમ અહિંસા ધર્મ છે.