________________
૧૨૦
વિશેષ: “હું” શબ્દથી પોતાની અસ્તિ સિદ્ધ કરી છે. અને ‘આ’થી પ્રત્યક્ષ અતિ દર્શાવી છે. છે ને કે - હું આ આત્મા પ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ છું? પ્રત્યક્ષ થઈ શકે એ વાત નથી. પ્રત્યક્ષ છે જ. ભગવાન આત્મા પ્રત્યક્ષ છે. વસ્તુ પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એવા પ્રકાશગુણ સહિત છે. આત્માનો એવો સ્વભાવ છે કે પોતે જ પોતાના સ્વ સંવેદનમાં પ્રત્યક્ષ પ્રકાશમાન થાય છે. વળી અખંડ છું - એક સમયની પર્યાયનો ભેદ પણ આત્મામાં ક્યાં છે? નથી.) પર્યાય તો વ્યવહાર નયનો વિષય છે. વ્યવહાર છે, અસત્યાર્થ છે. વસ્તુ શુદ્ધ એકાકાર તે નિશ્ચય છે. વળી હું અનંત ચિન્માત્રજ્યોતિ છું. સ્વભાવની શક્તિનું સ્વરૂપ જ અનંત છે. અખંડ અને અનંત ચિત્માત્ર જ્યોતિના વિશેષણ છે. હું અનાદિ અનંત કહેતા ત્રિકાળ આદિ-અંત રહિત છું. વસ્તુ તો અનાદિ-અનંત નિત્ય ઉદયરૂપ છે. ૧. “એક છું - વિજ્ઞાનઘન સ્વભાવ ભાવપણાને લીધે હું એક છું - જેમાં
એક સમયની પર્યાયના પણ પ્રવેશને અવકાશ નથી. પર્યાય તેની ઉપર ઉપર તરે છે પણ અંદર પ્રતિષ્ઠા પામતી નથી. આ તો એકલું વિજ્ઞાનનું દળ જેમાં પરનો કે પર્યાયનો પ્રવેશ નથી એવો ચિન્માત્ર જ્યોતિ હું
વિજ્ઞાનઘન સ્વભાવપણાને લીધે એક છું. ૨. “શુદ્ધ છું - સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ
અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું. (૧) આત્મા પરનો કર્તા અને પર તેનું કાર્ય-એવું એનામાં છે જ નહિ. (૨) દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના અશુદ્ધ ભાવ થાય તેનો હું કર્તા અને તે મારું કર્મ - આવા રાગની ક્રિયાના ષકારકની પ્રક્રિયા તે આત્માના સ્વરૂપમાં નથી (૩) એક સમયની નિર્મળ પર્યાયના ષકારકો જે પ્રક્રિયા તેનાથી પાર ઉતરેલી એટલે ભિન્ન જે નિર્મળ અનુભૂતિ તે (ત્રિકાળી) અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. (૪) પર્યાયમાં ષકારકનું પરિણમન સ્વતંત્ર છે. એનાથી મારી ચીજ (ત્રિકાળી) ભિન્ન છે. વર્તમાન નિર્મળ પરિણતિથી મારો ત્રિકાળી અનુભૂતિ સ્વરૂપ ભગવાન ભિન્ન છે - એને અહીં શુદ્ધ કહ્યો છે. પર્યાયથી પાર જે ત્રિકાળી ભગવાન ભિન્ન છે તે શુદ્ધ છે. અને તે શુદ્ધનો જે પર્યાય