________________
૪
છે, જ્ઞાન સ્વરૂપે કાયમ રહીને પરિણમે છે, પરપણે-અજીવપણે, રાગલેષપણે, શરીરપણે થઈને જાણતો નથી. જ્ઞાન પરપણે થઈને પરિણમે છે એમ નથી, જ્ઞાન જ્ઞાનપણે રહીને જ પરને જાણે છે. પરને જાણતા પર શેયાકાર જ્ઞાન થયું એમ કહેવાય, પણ તે જ્ઞાનપણું છોડીને જોયાકાર થઈ ગયું એમ નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્યજ્યોતિ શેય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે. એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. ત્રિકાળી જ્ઞાયક ભાવને જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક સામાન્યને શુદ્ધ નયથી જાણવા
તે સમ્યગ્દર્શન છે. એના સંસ્કાર નાખવાનો અભ્યાસ કરવો તે સાર્થક છે. ૨. નિશ્ચય (શુદ્ધ નય) અને વ્યવહાર નયઃ ૧. ભગવાન આત્મામાં જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો છે-શક્તિઓ છે.
તેની વર્તમાન સ્વાભાવિક અવસ્થાઓ તથા કર્મના નિમિત્તથી થતા દયા, દાન આદિ ભાવો વા હિંસા, જૂઠ આદિના ભાવો તે વિકારી અવસ્થાઓ છે. એ બધા પોતાના ગુણ-પર્યાયરૂપ ભેદોમાં આત્મા વ્યાપેલો છે, રહેલો
છે, પ્રસરેલો છે. ૨. આવો આત્મા શુદ્ધ નયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો એટલે
શુદ્ધ નયથી એકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો તેને સર્વ અનેરા દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તોથી થતાં જે પર્યાયગત રાગાદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની શ્રદ્ધા-પ્રતીતિ
કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૪. વ્યવહાર નય, વસ્તુને ભેદરૂપ જોનારું જ્ઞાન, આત્માને અનેકરૂપ બતાવે
છે. એ આત્માને ગુણ-ભેદવાળો, પર્યાયવાળો, રાગવાળો, નવતત્ત્વવાળો એમ કહીને સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે. પણ એ સાચું સમ્યગ્દર્શન નથી કેમ કે ત્યાં દોષ આવે છે. ભગવાન આત્મા એક ચૈતન્યરૂપ છે. એમાં નવ તત્વની શુદ્ધ-અશુદ્ધ પર્યાય ભેળવીને શ્રદ્ધા કરે તો તે વ્યવહાર
સમકિત છે, તે રાગ છે. તે યથાર્થ સમ્યગ્દર્શન નથી. ૫. વ્યવહારનયથી નવતત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો | વિકલ્પ હોતાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધ નયની હદે
૩.
શરીર,