________________
(૮૮
.
આત્મજ્ઞાન”
આત્મા આખી ચીજ છે. તેનું જ્ઞાન એ આત્મજ્ઞાન કહ્યું છે. આખો આત્મા એટલે જે ત્રિકાળી ધ્રુવ અખંડ એક પ્રતિભાસમય પૂર્ણ સ્વરૂપ તે પર્યાયમાં જણાયો, એનું જે જ્ઞાન થયું તે પર્યાય આત્મજ્ઞાન છે.
આત્માને અનુભવના વેદનમાં આવતા રાગાદિ જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું એટલે જ્ઞાન અને રાગ બંને એકમેકપણે લાગવાપણું હતું, તે જ્યારે સર્વ પ્રકારે ભેદજ્ઞાનનું પ્રવીણપણું થવાથી અર્થાત્ રાગથી ખસીને સ્વભાવ તરફનો ઝુકાવ થવાથી “આ અનુભૂતિ છે તે જ હું છું” જ્ઞાનમાં જે અનુભૂતિ સ્વરૂપ ત્રિકાળી જણાયો તે જ હું છું એવું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ અનુભવસ્વરૂપ ભગવાન આત્મા તે હું છું એવા આત્મજ્ઞાનથી પ્રામ થતું, આ આત્મા શુદ્ધ, અખંડ, અભેદ એક ચૈતન્યરૂપ જેવો જ્ઞાનમાં જણાયો, તેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે એવું શ્રદ્ધાન ઉદય થાય છે. તે સમ્યગ્દર્શન
આવું આત્મજ્ઞાન થતાં શ્રદ્ધાન ઉદય થાય છે ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી દયા, દાન, ભક્તિ આદિના શુભ ભાવો, જે અન્ય ભાવો છે, તેની જુદાઈ થવાથી નિ:શંક કરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. રાગના વિકલ્પથી જુદો છું એવું ભેદશાન થવાથી સ્વરૂપમાં નિ:શંક ઠરવાને લીધે આત્માનું ચારિત્ર-અનુષ્ઠાન આત્મામાં રમણતા પ્રગટ થાય છે અને તે આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. સાધ્ય જે મોક્ષ દશા તેની સિદ્ધિ-પ્રાપ્તિ એ રીતે થાય છે, બીજી રીતે નહિ.
જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ-ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં સદાકાળ એટલે નિરંતર પોતે જ અનુભવમાં અનુભૂતિ સ્વરૂપ-જ્ઞાયક સ્વરૂપ નિજ આત્મા જ આવે છે. જ્ઞાયક ભાવને અહીં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે.
આબાળ-ગોપાળ સૌને જાણ નક્રિયા દ્વારા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે.