________________
-
૧૪
-
સ્વભાવી જીવ છે. બે ચીજ ભિન્ન ભિન્ન છે. આત્મામાં આસ્રવ નહિ અને આસવમાં આત્મા નહિ.
ઉપયોગમાં ઉપયોગી છે એટલે રાગથી ભિન્ન પડીને જે જાણવા-દેખવાનું (જ્ઞાનમય) પરિણમન થયું એમાં ઉપયોગ એટલે આત્મા છે. ‘ઉપયોગમાં ઉપયોગ છે એટલે રાગથી ભિન્ન પડીને જે ભેદજ્ઞાન કર્યું તે જાણન ક્રિયામાં આત્મા છે અર્થાત્ જાણન ક્રિયામાં આત્મા જણાય છે, એમાં રાગ નથી અને રાગમાં આત્મા નથી.
પુણ્યથી (રાગથી) આત્મા જણાય એવી વસ્તુ આત્મા નથી. રાગથી ભિન્ન પડી, જ્ઞાનની પરિણતિમાં આત્માને લક્ષમાં લેતાં, તેમાં (જાણન ક્રિયામાં) આત્મા જણાય છે. જાણનારો જણાય છે.
રાગ છે તે જડમાં-અજીવમાં જાય છે.
દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવા-ભણાવવાનો વિકલ્પ કે પંચ મહાવ્રતાદિના પરિણામ એ બધા જડમાં જાય છે. - જે જડ કાલ અને આત્મા જુદા છે તેમ આસ્રવ અને આત્મા જુદા છે. આસવ તત્ત્વ અને જીવ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. જેને ભેદજ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડીને જ્ઞાયક સ્વભાવનો આશરો લેવો જોઈએ.
એક વસ્તુ બીજી વસ્તુની નથી કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી બંનેની સત્તા જુદી જુદી છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે. દ્રવ્ય એ પર્યાય નહિ અને પર્યાય એ દ્રવ્ય નહિ. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો) પણ ધ્રુવ આત્માથી જુદા છે. આસ્રવ અને સંવરના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે.
પરની દયા પાળવાનો રાગ ઊઠે તે હિંસા છે અને તેને પોતાનો માનવો તે મહા હિંસા (મિથ્યાત્વ) છે. રાગથી ભિન્ન પડી જ્ઞાયકના આશ્રયે વીતરાગી અવસ્થા થાય તે અહિંસા છે. તેથી આત્મા જણાય છે, અનુભવમાં આવે છેઆનું નામ ધર્મ છે.