________________
૧૦૩
થવા છતાં પણ, તે મારો સ્વભાવ નથી. જ્ઞાયકમય પરિણમન હોવાથી અમુક અંશે શાંતિ વેદાય છે તેનો પણ જ્ઞાતા છું અને અમુક અંશે આકુળતા છે તેનો પણ જ્ઞાતા છું.
જ્ઞાનીને ગમે તે પ્રસંગમાં જ્ઞાયકતા છૂટતી નથી; પુણ્ય-પાપના ભાવમાં તે જ્ઞાયક જ છે. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, ક્યાંય એકત્વબુદ્ધિ નથી.
ΟΥ
જ્ઞાનીને નિર્વિકલ્પ દશામાં તો કોઈ જુદો જ અદ્ભુત આનંદ હોય છે, પરંતુ સવિકલ્પ દશામાં આવતાં પણ જ્ઞાયકતાની શાંતિનું વેદન કોઈ જુદું જ હોય છે. જે વખતે વિભાવ થાય છે તે જ વખતે-તે જ ક્ષણે-જ્ઞાયકપણાને પ્રસિદ્ધ કરતો તે જ્ઞાતા પરિણતિએ પરિણમે છે. ઉપયોગ બહાર આવતાં નિર્વિકલ્પતા નથી પણ શાંતિનું વેદન તો હોય જ છે. સાક્ષી થયો ને શાંતિ ન વેદાય એમ ન બને, અને શાંતિ વેદાય પણ સાક્ષી ન થયો હોય એમ પણ ન બને. એકત્વ બુદ્ધિ તૂટતા જ્ઞાનીને કોઈ જુદી જ શાંતિનું વેદન થાય છે. જો શાંતિરૂપ વેદન ન હોય તો વિભાવ સાથે એકત્વ બુદ્ધિ પડી જ છે. જુદા થયેલાને જુદાપણાની-સાક્ષીપણાની શાંતિનું અમુક અંશે વેદન આવે તો જ જ્ઞાયકતા પરિણમી છે.
જ્ઞાયક જ્ઞાયકરૂપે રહી, વિભાવથી જુદો પડી, જે સ્વાભાવિક અનાકુળતા પ્રગટે તેનું નામ શાંતિ. જ્ઞાનપણે પરિણમવાથી જે ભેદજ્ઞાનની ધારા ચાલે તેની સાથે પરિણમનની શીતળતા-શાંતિ તે જ સાચી શાંતિ છે. ધન્ય તે જ્ઞાનીની અનિચ્છક શાંત દશા !
૫. રાગ અને જ્ઞાન સ્વરૂપ આત્મા (ભેદજ્ઞાન) :
યથાર્થ દૃષ્ટિથી જોઈએ તો એક વસ્તુની બીજી વસ્તુ છે નહિ. આ આત્મા જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદમય વસ્તુ છે અને દયા, દાન, વ્રતાદિના પરિણામ આસ્રવ તત્ત્વ છે. એ આસ્રવ તત્ત્વ આત્મતત્ત્વનું નથી. રાગના પરિણામ આત્માના નહિ અને આત્મા રાગનો નહિ.
ભગવાન આત્મા સહજાનંદ સ્વરૂપી સદા પરમ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ ભગવાન આત્માના સંબંધી થતાં નથી અને આત્મા એ શુભ ભાવમાં આવતો નથી. આવું અંદરમાં ભેદજ્ઞાન કરવું એનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્ય-પાપના પરિણામ એ આત્માની ચીજ નથી, કેમ કે એ તો આસ્રવ તત્ત્વ છે. જ્યારે આત્મા જ્ઞાયક તત્ત્વ સિદ્ધ