________________
૧૦૭
(૩) પછી તેજશ-કાર્યણ શરીરને આત્માથી જુદો ગણવો.
(૪) અંદરમાં આઠ કર્મ જનિત રાગાદિ ઉપાધિ ભાવોને પણ આત્માથી (જ્ઞાયકથી) જુદા ગણવા.
(૫) છેવટે ભેદજ્ઞાનના વિકલ્પના વિલાસને પણ જુદો ગણવો.
(૬) એ બધાની અંદર સૂક્ષ્મ ચૈતન્ય પ્રભુ અખંડરૂપ બીરાજે છે. સ્વ સન્મુખ થઈ અંતરમાં દૃષ્ટિ કરવી.
(૭) તેને મતિ-શ્રુત જ્ઞાનના પ્રમાણ વડે અંતરમાં ધારણ કરીને, તેનો જ વિચાર કરીને, તેમાં જ મગ્ન થવું. મગ્ન થતાં થતાં તેમાં જ લીન થવું. (૮) એ લીનતામાં હવે એક જ વાત બાકી રહે, હું જ્ઞાયક.... શાયક.... જ્ઞાયક.... એવી લગની લાગે.
(૯) ભગવાન આત્મા અનંત અનંત ગુણ સંપન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ છે એનો મહિમા લાવીને સ્વ સન્મુખ રહેવું.
(૧૦) હવે ‘હું શાયક....’ ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન...’ એ પણ વિકલ્પોથી પર થઈ અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ નિજ રસથી પ્રગટ થતાં આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્ષણે શ્રદ્ધાય છે, જણાય છે...ફક્ત જાણનારો જણાય છે.
આ છે અનુભૂતિની દશા અને આ છે એની વિધિ.
૩. આત્મ અનુભવ કેવી રીતે કરવો ? :
૧. દરેક વ્યક્તિ એકી સાથે ત્રણ ક્રિયા કરી રહી છે. (૧) શરીરની ક્રિયા (૩) જાણવાની ક્રિયા.
(૨) શુભાશુભ વિકારી પરિણામ અને
૨. આમાંથી પ્રથમ બે ક્ષણિક છે - ત્રીજી ક્રિયા ત્રિકાળ છે.
૩. પ્રથમ બે ક્રિયાઓ પરાશ્રિત હોવાથી તેનાથી ધર્મ ન થાય. ત્રીજી ક્રિયા આત્માનો સહજ સ્વભાવ છે તેનાથી ધર્મ થાય.
૪. ધર્મની શરૂઆત કરવા માટે એ નિર્ણય પર આવવું પડશે કે જાણન ક્રિયા મારા નિજ જ્ઞાન સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે.