________________
૧૦૫ સ્વાનુભૂતિ
સામાન્ય ભાઈ ! તારું રૂપ તો ભગવાન સ્વરૂપ છે ને.....!
પરમાત્મસ્વરૂપતું છો. જિનસ્વરૂપ જ આત્મા છે. વીતરાગ અકષાયમૂર્તિ જ આત્મા છે. તેને પરમ પારિણામિક ભાવ કહો કે એકરૂપ ભાવ કહો, અહીં તેને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે.
તેનાથી જીવાદિ સાત બાહ્ય તત્ત્વો ભિન્ન છે. નિમિત્તાદિ તો ભિન્ન જ છે પણ રાગાદિ અશુદ્ધ ભાવ છે તે બહિર્તત્વ છે અને પૂર્ણ સ્વરૂપના આશ્રયે જે વીતરાગી પર્યાય ઉત્પન્ન થઈ તે પણ પર્યાય હોવાથી બહિર્તત્ત્વ છે, ને બહિર્તત્વ તે હેય છે.
- શ્રી પરમાગમસાર - ૨૬૫. “સર્વ ભાવો, પરસ્વભાવ છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે;
અંત:તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે.” નિયમસાર ગાથા-૫૦ સમ્યકત્વ તેમ જ શાનની જે એકને સંજ્ઞા મળે,
નય પણ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર છે.” -સમયસાર ૧૪૪ ટીકા જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહિ થયો હોવાથી જેનો સમસ્ત વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સમયસારથી જુદા નથી, એક જ છે.)
પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન તત્ત્વને (-મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મ સન્મુખ કર્યું છે એવો, તથા નાના (અનેક) પ્રકારના નય પક્ષોના આલંબનથી તથા અનેક વિકલ્પો વડે આકુળતા. ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્વને પણ આત્મ સન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતાં, આદિ-મધ્ય-અંતરહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન,