________________
૧૧૧
૩. વિકારનો કર્તા જીવનથી પણ કર્મ છે, કર્મ વ્યાપક થઈને વિકાર કરે છે
તેમ કહીને એક સમયના ઉપાધિ ભાવથી ભેદજ્ઞાન કરાવીને દ્રવ્ય ઉપર
દષ્ટિ કરાવવી છે. ૪. વિકાર તે સમયની યોગ્યતાથી થવાનો હતો તે જ થયો છે-તેમ કહીને
એક સમયના વિકારનું લક્ષ છોડાવી દષ્ટિને દ્રવ્ય તરફ દોરી છે. ૫. વિકાર પણ કમબદ્ધમાં હતોતે થયો છે તેમાં તે કમબદ્ધ પર્યાયનાસ્વકાળનું
સત્ પરિણમન બતાવી વિકારનું અકર્તાપણું બતાવીને જ્ઞાતા તરફ દષ્ટિ
કરાવવી છે. ૬. નિર્મળ પરિણામ પણ કમબદ્ધ છે-તેમ બતાવી શુદ્ધ પર્યાયના એક અંશ
ઉપરથી પણ લક્ષ છોડાવી ત્રિકાળી ધ્રુવ ઉપર લક્ષ કરાવવું છે. ૭. પર્યાયનો કર્તા પર દ્રવ્ય નથી-તેમ કહીને પર દ્રવ્યથી દષ્ટિને છોડાવી સ્વ
દ્રવ્યમાં વાળી છે. ૮. પર્યાયનો કર્તા સ્વ દ્રવ્ય પણ નથી, પર્યાય પર્યાયના પકારકથી સ્વતંત્ર
થાય છે-એમ પર્યાયની સ્વતંત્રતા બતાવીને પર્યાય ઉપરનું લક્ષ છોડાવી
દષ્ટિને દ્રવ્ય સન્મુખ કરાવવી છે. ૯. વિકાર કે નિર્મળ પર્યાયનો કર્તા ધ્રુવ દ્રવ્ય નથી પણ પર્યાય જ પર્યાયનો
કર્તા છે. બંધ-મોક્ષ પરિણામને ધ્રુવ દ્રવ્ય કરતું નથી-એમ બતાવીને પર્યાયની સન્મુખતા છોડાવી ધુવની સન્મુખતા કરાવવી છે.