________________
૯૩ ૧. જીવના લક્ષણરૂપ ચૈતન્ય અનુવિઘાયી પરિણામને ઉપયોગ કહે છે. ૨. ક્ષયોપશમ હેતુવાળા ચેતનાના પરિણામ વિશેષને ઉપયોગ કહે છે. ૩. ચૈતન્યને અનુસરીને જીવના પરિણામોને ઉપયોગ કહે છે. ઉપયોગના બે ભેદ છે. (૧) દર્શન ઉપયોગ (૨) જ્ઞાન ઉપયોગ. (૧) જેમાં પદાર્થોના ભેદ રહિત સામાન્ય પ્રતિભાસ (અવલોકન) તેને | દર્શન ચેતના કહે છે. (૨) જેમાં પદાર્થોના વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાન ઉપયોગ કહે છે. શુદ્ધોપયોગ શું છે? અત્યંત તીણ સમ્યજ્ઞાન અર્થાત્ ભેદજ્ઞાનરૂપી પ્રજ્ઞાછીણી નાખીને અંતરંગમાં ભેદકરીને આત્માના વાસ્તવિક સ્વરૂપને દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષાદિ ભાવકર્મથી ભિન્ન કરીને પોતાના આત્મામાં પોતા માટે, આત્મા વડે, આત્માને સ્વયં પોતાથી ગ્રહણ કરે છે (જાણે છે) ત્યારે તેને સ્વાનુભવમાં ગુણ-ગુણી તથા જ્ઞાતા, જ્ઞાન અને શેય (જ્ઞાનનો વિષય અને જ્ઞાન) આત્મામાં જરાપણ ભેદ વિકલ્પ રહેતો નથી તે શુદ્ધોપયોગ છે. * ત્યારે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એવા ભેદ રહેતા નથી. ત્યાં કર્તા, કર્મ, કિયા (આત્માનો ભાવ) એ ત્રણ તદ્ન અખંડ અભિન્ન થઈ જાય છે. શુદ્ધોપયોગ ની અટળ દશા પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર પણ એક સાથે એકરૂપ થઈને પ્રકાશમાન થાય છે. | સર્વ પ્રકારના વિકલ્પોથી રહિત નિર્વિકલ્પ આત્મસ્થિરતાને સ્વરૂપાચરણ ચારિત્ર (શુદ્ધોપયોગ) કહે છે.
આ સ્વરૂપ આચરણ ચારિત્ર વખતે આત્મ અનુભવમાં પ્રમાણ, નય અને નિક્ષેપનો વિકલ્પ તો ઊઠતો નથી પણ ગુણ-ગુણીનો ભેદ પણ હોતો નથી એવું ધ્યાન હોય છે-શુદ્ધોપયોગનો ત્યારે નિશ્ચલ પર્યાય પ્રગટ થાય છે. ચારિત્ર ગુણ કોને કહે છે? બાહ્ય અને અત્યંતર કિયાના નિરોધથી પ્રાદુર્ભત આત્માની શુદ્ધિ વિશેષને ચારિત્ર કહે છે, આવા ચારિત્રની કારણભૂત શક્તિને ચારિત્રગુણ કહે છે.
હિંસા, ચોરી, જુઠ બોલવું, મૈથુન સેવવું, પરિગ્રહ સંચય કરવો એ બાહ્ય ક્રિયા. યોગ અને કષાયને અત્યંતર ક્રિયા કહે છે. મન, વચન, કાયાના નિમિત્તથી