________________
ભાવના, શુદ્ધ રત્નત્રય, વીતરાગતા, સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા, સામ્યભાવ ઇત્યાદિ કહીએ છીએ. ભગવાન આત્મા પૂર્ણ શાંતિથી ભરેલું ચૈતન્યતત્ત્વ છે. તેની સન્મુખતાથી જે પરિણામ થાય છે તે પણ શાંત...શાંત...શાંત અકષાયરૂપ શાંત વીતરાગી શુદ્ધ પરિણામ છે. વસ્તુ પોતે પૂર્ણ અકષાયરૂપ શાંત સ્વરૂપ છે અને તેની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા એ પણ અકષાય સ્વરૂપ શાંત..શાંત..શાંત છે. આને જ મોક્ષનો ઉપાય અર્થ પૂર્ણ પરમાનંદની
પ્રાપ્તિનો ઉપાય કહે છે. ૯. શુદ્ધ દ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ અને તેને અવલંબીને પ્રગટ થયેલી પરિણતિ
તે ભાવના એ બંને શુદ્ધ છે, પવિત્ર છે. અહા ! શુદ્ધાત્માની આવી ભાવના કે જેમાં શુદ્ધ ચૈતન્ય ભાવનું ભવન થયું હોય-આવી ભાવના પરિણતિ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. ચોથે ગુણસ્થાને ઉપશમ
સમ્યગ્દર્શન શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે એ સિદ્ધાંત છે. ૧૦. ચોથે ગુણસ્થાને સમક્તિી કહે છે મારા આત્માના સ્વસંવેદન વડે પ્રત્યક્ષથી
હું મને અનુભવું છું. અહો ! આ સ્વ સંવેદન અચિંત્ય મહિમાયુક્ત છે, તેમાં અનંત ગુણોનો રસ સમાય છે, તેમાં અતીન્દ્રિય આનંદ કરે છે, સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે. અને અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે. અહો! આ સ્વ સંવેદન તો મોક્ષના દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય
૧૧. અહાહા ! સમ્યગ્દર્શન અને ધર્મ કરવો હોય તો કેમ થાય ? ભાઈ !
વ્યવહારના જે વિકલ્પ છે તેની રુચિ છોડી, એક જ્ઞાયક ભાવ, શુદ્ધ ચિદાનંદ, અખંડ આનંદકંદ પ્રભુ પોતે છે, તેની દષ્ટિ કરી, રુચિ કરવી તેનો અનુભવ કરવો તે જીવની પ્રથમ કાર્યસિદ્ધિરૂપ સમ્યગ્દર્શન છે. આનું નામ ધર્મ છે. વ્યવહાર છે તે મિથ્યાત્વ છે એમ વાત નથી પણ વ્યવહારને
ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. શુદ્ધોપયોગ એ ધર્મ છે. ૧૨. પ્રથમ શુભ ભાવ એકદમ છૂટી જાય ને શુદ્ધ થઈ જાય એમ નહિ, પણ
શુભ ભાવની રુચિ છૂટી શુદ્ધોપયોગ પ્રગટે છે. સ્વભાવનો આશ્રય લેતાં
સ્વાનુભવમાં પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્યાં અંતર સ્થિરતા થઈ, ત્યાં શુદ્ધોપયોગ પુષ્ટ થાય ત્યારે ક્રમશ: