________________
૯૭ શુભ ભાવ છૂટે છે, ને આ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ ! શુભભાવની રુચિ તો પહેલેથી જ છૂટવી જોઈએ. શુભભાવની રુચિ તને છે તે મહાન દોષ છે, મહાન વિપરીતતા છે. આકરી વાત છે પ્રભુ! પણ આ જ સત્ય વાત
છે.
દેશ ચારિત્ર - શ્રાવકને બાર વ્રતરૂપ હોય છે. સકળ ચારિત્ર - મુનિને પ્રગટ થાય છે. તે બે પ્રકારે થાય છે.
શુદ્ધોપયોગ - શુભોપયોગ. યથાખ્યાત ચારિત્ર - કષાયનો સર્વથા અભાવ. પરિણતિઃ ૧. ગુણનું પરિણમન પર્યાય છે. શક્તિનું પરિણમન પરિણતિ છે. ૨. પર્યાય એક સમયની છે. પરિણતિ અસંખ્ય સમયની છે. પરિણતિ એટલે
રુચિ, વૃત્તિ. ૩. સાધના બધી શક્તિમાં થાય. પરિણતિ સાધનાનું ક્ષેત્ર છે, એનું પરિણામ
ગુણમાં આવે. ૪. શક્તિનો વિકાસ ક્રમિક છે, ગુણનો વિકાસ અક્રમ છે. ૫. પરિણતિ શ્રદ્ધા પ્રધાન છે, પર્યાય જ્ઞાન પ્રધાન છે.
- પરિણતિમાં આત્મા બેસવો એટલે સાચો નિર્ણય. પરિણતિમાં રહેલો આત્મા એ અતીન્દ્રિય આનંદ દશા. પુરુષાર્થની પરાકાષ્ટા એટલે પરિણતિની પૂર્ણ શુદ્ધતા. પ્રારંભ રુચિથી થાય પછી પરિણતિમાં આવે. મુનિને ત્રણ કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે. શ્રાવકને બે કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે. સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધ પરિણતિ નિરંતર વર્તે છે. શુદ્ધોપયોગ થયા પછી જે શ્રદ્ધા કાયમ રહે છે તેને શુદ્ધ પરિણતિ કહેવામાં આવે છે.