________________
૯૫
-
૧૫
ધર્મ પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનની નીચે અશુદ્ધ નયનું સ્થાન છે. તો પણ શુદ્ધનું અવલંબન, શુદ્ધનું ધ્યેય અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે. એનું નામ જૈન ધર્મ છે. જૈન ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે-શુભાશુભ
પરિણામ એ જૈન ધર્મ નથી. ૩. અબદ્ધ પૂષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ
જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધ સ્પષ્ટનો અનુભવ થાય છે એને શુદ્ધોપયોગ કહે છે. એ શુદ્ધોપયોગ આત્માને બંધ રહિત, પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ગતિ રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત અને અન્યના સંયોગ રહિત એટલે કર્મના અને કર્મના નિમિત્તે જે વિકારી
ભાવ અને દુઃખ થાય છે એનાથી રહિત એ બધા ભાવોથી રહિત દેખે છે. ૪. શુદ્ધોપયોગરૂપ ત્રીજી ભૂમિકાથી (પ્રથમ બે શુભાશુભ) જ આત્મા
નિરાપરાધ થાય છે, બીજી રીતે નહિ, વ્યવહાર રત્નત્રયથી નહિ. જ્યાં શુદ્ધોપયોગ નથી ત્યાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી. ત્યાં સર્વ ક્રિયાકાંડ
અપરાધ જ છે. વ્યવહાર પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ, દયા, દાનના - ભાવ, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ સર્વ શુદ્ધોપયોગના અભાવમાં
અપરાધ જ છે, ઝેર જ છે. ૫. આત્મા જે પરભાવસ્વરૂપ ત્રિકાળી નિજ પરમાત્માદ્રવ્ય છે તેનું જે સમ્યક
શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પરિણામ તેને “શુદ્ધોપયોગ' પર્યાય સંજ્ઞાથી કહેવામાં આવે છે. અને તે સ્વાભિમુખ પરિણામ છે. પુણ્ય-પાપના જે ભાવ છે તે વિકારી છે તે તો અશુદ્ધોપયોગ છે અને તે પર સન્મુખતાના
પરિણામ છે. ૬. શુદ્ધોપયોગને વીતરાગ વિજ્ઞાન કહો, સ્વચ્છતાના પરિણામ કહો,
અનાકુળ આનંદના પરિણામ કહો, શાંતિના પરિણામે કહો, તે એવા
અનેક નામોથી કહેવાય છે. ૭. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય અનંતગુણ નિધાન
પ્રભુ એક સમયમાં પરિપૂર્ણ વસ્તુ છે. તેની સન્મુખના પરિણામ થાય તેને “શુદ્ધોપયોગ' કહ્યો છે અને તે જ મોક્ષમાર્ગ છે. વળી તેને જ શુદ્ધાત્મ